સૌરાષ્ટ્રમાં આવીને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનો ફરી એકવાર વાણીવિલાસ
Trending Photos
અજય શીલુ : જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે જાહેરસભા સહિતના કાર્યક્રમ અંતર્ગત AIMIM ના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઔવેસી આજે પોરબંદર પહોંચ્યા હતા. પોરબંદર ખાતે અસદુદ્દીન ઔવેસીએ પોતાની આ મુલાકાત અંગે અને આગામી વિધાનસભાની AIMIM પાર્ટીના ચૂંટણી લડવા સહિતના મુદ્દે મહત્વનુ નિવેદન આપ્યુ હતુ.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આયોજીત જાહેરસભા સહિતના કાર્યક્રમને લઈને AIMIM પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઔવેસી આજે મુંબઈથી પોરબંદરની ફ્લાઈટ વડે પોરબંદર એરપોર્ટ પર પહોંચ્યા હતા. પોરબંદર એરપોર્ટ પર AIMIM પ્રદેશ પ્રમુખ તેમજ જૂનાગઢ માંગરોળના હોદ્દેદરો દ્વારા ઔવેસીનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. અસદુદ્દીન ઔવેસી સાથે AIMIM પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા તેમજ ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલીલ તેમજ હૈદરાબાદના માજી મેયર માજીદ હુસૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટથી રવાના થઈ ઔવેસી સીધા જ પોરબંદરની ચોપાટી ખાતે આવેલ ખાનગી હોટલમાં રોકાયા હતા અને ત્યારબાદ બપોરના જૂનાગઢ તેમજ માંગરોળના પાર્ટીના આગેવાનો સાથે બાય રોડ માંગરોળ જવા માટે રવાના થયા હતા.
હોટલ પરથી નિકળતી વેળાએ પત્રકારો સાથે વાતચીત કરતા ઔવેસીએ આ મુલાકાત અંગે જણાવ્યુ હતુ કે,માંગરોળમાં પાર્ટીનો પ્રોગમ છે માટે પોરબંદર આવ્યો છું. માંગરોળમાં પાર્ટીના સભ્યો સાથે પણ મિટીંગ છે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આવી રહ્યો છે આગામી સપ્તાહે કચ્છમાં પ્રોગામ છે તો ત્યા પણ આવી રહ્યો છુ. માંગરોળ ખાતે યોજાનાર જાહેરસભાને લઈને પોરબંદર પહોંચેલા અસદુદ્દીન ઔવેસીએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓની પાર્ટી ચૂંટણી લડશે કે કેમ તેમજ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેમજ તેઓ ક્યા મદ્દે ચૂંટણી લડશે તે અંગે પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતું.
સારી મહેનત ચાલી રહી છે જે રીતે લોકલ બોડીની ચૂંટણીમાં અમદાવાદ,ભરુચમાં તેમજ મોડાસા અને ગોધરામાં 10થી12 દિવસની તૈયારીમાં કોર્પોરેટરો જીતીને આવ્યા હતા.ચૂંટણી લડીશુ જરુર પરંતુ કેટલી બેઠકો પણ ચૂંટણી લડીશુ તે કહેવુ જલ્દી થશે પરંતુ ચૂંટણી જરુર લડીશુ.વિકાસ,બરોજગાર,ભાવ વધારો સહિતના મુખ્ય મુદ્દાઓ સાથે ચૂંટણી લડીશુ તેમ અસદુદ્દીન ઔવેસીએ જણાવ્યું હતું. પોરબંદર ખાતેથી રવાના થયા બાદ અસદુદ્દીન ઔવેસી માંગરોળ ખાતે જાહેરસભા સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રીના પોબંદર ખાતે રાત્રી રોકાણ કરશે અને ત્યારબાદ તેઓ આવતીકાલે પોરબંદરથી ફ્લાઈટ વડે રવાના થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે