અમદાવાદીઓ બહાર નિકળતા પહેલા ખાસ વાંચજો નહી તો ફસાઇ જશો, શહેરનાં હૃદય સમો બ્રિજ બંધ
Trending Photos
- 30 ઓક્ટોબર 2019 નાં રોજ શાહીબાગને આરટીઓ સાથે જોડતો સુભાષબ્રીબ્રીજ બંધ કરવામાં આવ્યો હતો
- એક તબક્કે કોરોનાનું સંક્રમણ વધવાનાં કારણે અમદાવાદનાં અનેક બ્રીજ બંધ કરવામાં આવ્યા હતા
અમદાવાદ : અમદાવાદના ધોરીનસ ગણાતા નહેરૂબ્રિજને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 45 દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ બંધ કરવા માટે એક્સ્પાન્શન અને જોઇન્ટ બદલવાનાં હોવાથી બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
હાલનાં બ્રિજના સ્પાનને હાઇડ્રોલીક જેકથી ઉંચો કરીને બેરીંગના સર્વિસીંગ કરવા અને કેટલાક સ્પાનના બેરીંગ બદલવા માટે ખાસ પ્રકારની કામગીરી કરવાની હોવાથી આ બ્રિજ 13-03-2021 થી 27-04-2021 સુધી એટલે કે કુલ 45 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આ બ્રિજ પર ટ્રાફીકની અવર જવર સંપુર્ણ પ્રતિબંધિત રહેશે.
જેથી લાલદરવાજાથી આશ્રમરોડને જોડતા બ્રિજ પૈકીનો ખુબ જ મહત્વનો બ્રિજ બંધ રહેવાથી નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. આ ઉપરાંત ખુબ જ વ્યસ્ત ગણાતા આ બ્રિજનો તમામ ટ્રાફીક સ્વામીવિવેકાનંદ બ્રિજ (એલીસબ્રિજ) અને ગાંધીબ્રિજ પર ડાયવર્ડ થવાથી આ બ્રિજ પર પણ ટ્રાફીકનું ભારણ વધશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે