જાહેરમાં મહિલાને માર મારનાર ધારાસભ્ય વીડિયો વાઈરલ થયા બાદ કહે છે, ભૂલથી લાત લાગી ગઈ
Trending Photos
અમદાવાદ :લોકસભામાં જંગી જીત બાદ જાણે ભાજપના ધારાસભ્યનો જીતનો નશો ચઢી ગયો છે. જે નેતાઓ ગલીએ-ગલીએ ફરીને લોકો પાસે મતની ભીખ માંગી રહ્યા હતા, તેઓ જીત બાદ સત્તાનો પાવર બતાવતા દેખાઈ રહ્યો છે. તેનો પુરાવો આપતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પાણીની સમસ્યા લઈને ભાજપના ધારાસભ્ય પાસે ગયેલી મહિલાને ધારાસભ્યએ જાહેરમાં માર માર્યો છે. જેનો વીડિયો વાઈરલ થતા લોકો આ ધારાસભ્ય પર ફીટકાર વરસાવી રહ્યા છે. પણ જ્યારે ધારાસભ્યને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે બેશરમીથી કહી દીધું કે, મારાથી ભૂલથી મહિલાને લાત વાગી ગઈ હતી. જ્યારે કે, વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ધારાસભ્ય મહિલાને માર મારી રહ્યા છે.
FSL રિપોર્ટમાં ખુલાસો, તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ માટે બીજા માળનું એસી યુનિટ કારણભૂત
બન્યું એમ કે, ગઈકાલે સાંજે
અમદાવાદના નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. મેઘાણીનગર બંગલા એરિયામાં ધારાસભ્ય કાર્યાલય પર પાણીના મુદ્દે મહિલા રજૂઆત કરવા માટે ગઈ હતી. ત્યારે ધારાસભ્ય બલરામ થવાણીએ પિત્તો ગુમાવ્યો હતો અને મહિલાને જમીન પર પટકીને બેફામ માર માર્યો હતો. ખુદ ધારાસભ્યએ મહિલાને લાતો ફટકારી હતી. કહેવાય છે કે, નરોડામાં થાવાણી બંધુઓની દાદાગીરીનો ખૌફ છે. ધારાસભ્યએ મહિલાની ગરિમાનો પણ ખ્યાલ ન રાખ્યો, અને જાહેરમાં મહિલાને માર માર્યો. મારી સાથે જાહેરમાં ગેરવર્તણુક કરવામાં આવી છે. મહિલાએ બલરામ થાવાણી પર આક્ષેપ કરતા કહ્યું કે, ધારાસભ્યના માણસોએ મારા પતિને ઢોર માર માર્યો, ધારાસભ્યએ મને દોડાવી-દોડાવીને માર માર્યો અને મારો મોબાઈલ છીનવી લીધો. મહિલા સુરક્ષાની વાતો કરનાર ભાજપના ધારાસભ્યએ બેરહેમીથી પીટાઈ કરી છે.
એક તો ચોરી, ઉપરથી સીનાજોરી
પીડિતાના આક્ષેપ સામે ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતાનો બચાવ કર્યો, ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને NCPની કાર્યકર્તા ગણાવી છે. ZEE 24 કલાક સાથેની વાતચીતમાં થાવાણીએ કહ્યું, મહિલા અને તેના પતિએ સૌ પ્રથમ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, મને કોઈએ પાછળથી ફેંટ મારી, ત્યારે પોતાનો બચાવ કરવામાં હું કૂદ્યો હતો. હું બચાવમાં બહાર પડ્યો, અને મારી લાત લાગી ગઈ. પોતાના બચાવમાં મેં આવું કર્યું છે. જોકે, ZEE 24 કલાકના માધ્યમથી બલરામ થાવાણીએ મહિલાની માગી માફીને કહ્યું કે, મારા જીવનમાં પહેલીવાર આવું થયું, હવે પીડિતાને રૂબરૂમાં મળીને પણ માફી માગશે. ઉલ્લેખનીય છે કે, સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા ગુજરાતમાં આ પ્રકારનું વર્તન કેટલું શોભે. તેમજ ધારસભ્યના પદ પર રહીને આવુ અશોભનીય વર્તન જાહેરમાં કરતા પહેલા કેમ કોઈ નેતાને ડર લાગતો નથી.
ધારાસભ્યના ભાઈએ પણ અગાઉ મારામારી કરી હતી
બલરામ થાવાણીના ભાઈ કિશોર થાવાણી પણ અગાઉ પાણીના મુદ્દે કોઈ શખ્સ સાથે મારામારી કરી હતી. કિશોર થાવાણી કુબેરનગર વોર્ડનો કોર્પોરેટર છે. આ વીડિયો સામે આવતા વિવાદ સર્જાયો હતો.
મહિલાને માર મારનાર કળયુગના રાક્ષસ છે
આ ઘટના બાદ પ્રતિક્રીયા આપતા એનસીપી નેતા રેશમા પટેલે કહ્યું કે, જાહેરમાં મહિલાને માર મારનાર કળયુગના રાક્ષસ છે. મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે મહિલાને માર મરાતા રેશમા પટેલે સવાલ ઉઠાવ્યા છે, અને પીડિત મહિલાના સમર્થનમાં આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે