3.5 કરોડનો ખર્ચ, 9 મહિના સુધી ચાલ્યું સમારકામ, હજુ પણ અમદાવાદના શાસ્ત્રી બ્રિજની હાલત ખરાબ

અમદાવાદમાં નારોલથી વિશાલા સર્કલ વચ્ચે આવેલા શાસ્ત્રી બ્રિજની સ્થિતિ હજુ પણ ખરાબ છે. કરોડોના ખર્ચે સમારકામ તો કર્યું પરંતુ બ્રિજના રોડ પર ખાડાઓ જોવા મળી રહ્યું છે. આ બ્રિજમાં હજુ ડામરનું કામ બાકી છે. 
 

3.5 કરોડનો ખર્ચ, 9 મહિના સુધી ચાલ્યું સમારકામ, હજુ પણ અમદાવાદના શાસ્ત્રી બ્રિજની હાલત ખરાબ

ગૌરવ પટેલ, અમદાવાદઃ  અમદાવાદના નારોલથી વિશાલાને જોડતા શાસ્ત્રી બ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો તો મુકી દેવાયો, પરંતુ બ્રિજ પર ડામરનું કામ ન કરાતા અહીંથી પસાર થવામાં વાહનચાલકોને ડર લાગી રહ્યો છે...સાડા ત્રણ કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કરાયું હોવાનો દાવો કરાયો છે પરંતુ બ્રિજના દ્રશ્યો જોઈને લાગશે કે આ કેવું સમારકામ થયું છે

એક બાજુનો બંધ બ્રિજ ફરી શરૂ કરાયો
ઓક્ટોબર મહિનો પૂરો થાય તે પહેલા બ્રિજ તો ખુલ્લો મુકી દેવાયો પણ હજુ ખાડા યથાવત જોવા મળી રહ્યા છે...ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023માં શરૂ થયેલ બ્રિજની કામગીરી 6 માસમાં પૂર્ણ થનાર હતી,,જો કે નવ મહિના સુધી કામગીરી ચાલુ રહેતા સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરે બ્રિજની મુલાકાત લીધી હતી...અને ઓક્ટોબર સુધીમાં બ્રિજ ખુલ્લો મુકવા ખાતરી આપી હતી...જો કે હવે ધારાસભ્ય અમિત ઠાકરે બ્રિજની કેવી કામગીરી થઈ છે તેની પણ જાણકારી લેવી જરૂરી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) October 17, 2024

લોકોને પડી રહી છે મુશ્કેલી
આ બ્રિજની સ્થિતિ ખુબ ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ તેનું સમારકામ શરૂ કરાયું હતું. આ દરમિયાન એક તરફનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે આશરે 9 મહિના બાદ સમારકામ કરી બ્રિજને ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. પરંતુ હજુ બ્રિજ પરના રોડની સ્થિતિ ખરાબ છે. જ્યારે બીજી તરફનો રોડ તો સાવ ખાડે ગયો છે. નારોલથી વિશાલા સર્કલ તરફ આવતો શાસ્ત્રી બ્રિજના રોડની સ્થિતિ તો એટલી ખરાબ છે જ્યાં વાહન ચલાવવામાં પણ ડર લાગે છે.

આ બ્રિજ પર લાઈટની પણ વ્યવસ્થા નથી. એક તરફના રોડમાં તો ખાડાઓ પડી ગયા છે. રાત્રીના સમયે તો વાહન ચલાવવું ખુબ મુશ્કેલ બની જાય છે. આ રોડ પર દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. પરંતુ તંત્રની ઢીલી નીતિને કારણે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news