કોરોના મામલે સમગ્ર ગુજરાત માટે ખતરાની ઘંટડી: અમદાવાદના દરિયાપુરમાં વૃદ્ધાનું કોરોનાથી મોત

Gujarat Corona Virus Death: લાંબા સમય બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોપડે  કોરોનાના કારણે મોત નોંધાયું છે. જી હા...દરિયાપુરના 82 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિલા કોવિડ ઉપરાંત ઉંમર સંબંધી અન્ય કેટલીક બીમારીઓથી પણ પીડાઈ રહ્યા હતા. 

કોરોના મામલે સમગ્ર ગુજરાત માટે ખતરાની ઘંટડી: અમદાવાદના દરિયાપુરમાં વૃદ્ધાનું કોરોનાથી મોત

Gujarat Corona Virus Death: કોરોનાના કેસ વધતા અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયું છે. AMCએ કોરોના ટેસ્ટિંગની શરૂઆત કરી દીધી છે. શરદી-ખાંસી, તાવનાં લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના મામલે સમગ્ર ગુજરાત માટે મોટા સમાચાર છે. હવે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. લાંબા સમય બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોપડે  કોરોનાના કારણે મોત નોંધાયું છે. જી હા...દરિયાપુરના 82 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિલા કોવિડ ઉપરાંત ઉંમર સંબંધી અન્ય કેટલીક બીમારીઓથી પણ પીડાઈ રહ્યા હતા. 

મહત્વનું છે કે, નવા વેરિયન્ટની એન્ટ્રીથી કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. અમદાવાદના આરોગ્ય સેન્ટરમાં કોવિડના ટેસ્ટ માટે આદેશ અપાયા છે. શંકાસ્પદ દર્દીઓના રેપિડ ટેસ્ટ કરવાની આરોગ્ય કેન્દ્રમાં શરૂઆત થઈ છે. અમદાવાદમાં હાલ કોરોનાના 35થી વધુ એક્ટિવ કેસ છે. અમદાવાદીઓએ સાવચેત રહેવાની જરૂર છે. શરદી-ખાંસી અને તાવ આવ્યો હોય તેવા દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 

AMCના તમામ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ કીટનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો આગામી દિવસમાં RTPCR ટેસ્ટની પણ શરૂઆત કરવામાં આવશે. કોરોનાના કેસ નોંધાતા WHOએ પણ ચિંતા વ્યક્ત કરી છે. વૈશ્વિક સ્તરે કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે. શિયાળામાં કોરોનાના કેસમાં વધારો થવાની આશંકા છે.

સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news