ગુજરાતમાં બુટલેગરો રઘવાયા બન્યા! દારૂ સંતાડવા શોધ્યો નવો રસ્તો, આ વખતે પણ પોલીસ બે ડગ આગળ
ગુજરાતમાં દારૂ ઠાલવવા બુટલેગરો રઘવાયા બન્યા હોય તેમ પોતાની મોડસઓપરેન્ડી અપનાવતા હોય છે, ત્યારે અરવલ્લીમાં પેટ્રોલિયમ ટેન્કરમાં દારૂની પેટીઓ ભરેલી ટ્રક ઝડપાઈ છે. બુટલેગરોનો નવા કિમિયા સાથે ગુજરાતમાં દારૂ લાવવાનો પ્રયાસ પણ આ વખતે નિષ્ફળ રહ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/અરવલ્લી: ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ અવાર-નવાર દારૂ પકડાતો રહે છે. બુટલેગરો દારૂની હેરફેર અથવા તો તેને સંતાડવા માટે અવનવા કિમીયા અજમાવતા હોય છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં પોલીસની નજરોથી બચવું સહેલું નથી. હાલ અરવલ્લીમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પેટ્રોલિયમ ટેન્કરમાં દારૂ સંતાડવાની તરકીબ પોલીસે ખુલ્લી પાડી હતી.
કહેવા માટે તો ગુજરાતમાં દારબંધી છે. પરંતુ તેનું અમલીકરણ કેવી રીતે થઇ રહ્યું છે તે તો સૌ કોઇ જાણે જ છે. રાજ્યમાં અવાર નવાર દારૂ પકડાય છે. પોલીસ દ્વારા બુટલેગરો સામે પાસા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દારૂનો ધંધો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં દારૂ ઘૂસાડવા માટે તથા તેને સંતાડવા માટે અવનવા કિમીયા અજમાવતા હોય છે. પરંતુ બુટલેગરોની ચાલાકી પોલીસ સામે નથી ચાલતી. આ વાતનો વધુ એક વખત પરિચય કરાવે તેવી ઘટના આજરોજ બની હતી.
ગુજરાતમાં દારૂ ઠાલવવા બુટલેગરો રઘવાયા બન્યા હોય તેમ પોતાની મોડસઓપરેન્ડી અપનાવતા હોય છે, ત્યારે અરવલ્લીમાં પેટ્રોલિયમ ટેન્કરમાં દારૂની પેટીઓ ભરેલી ટ્રક ઝડપાઈ છે. બુટલેગરોનો નવા કિમિયા સાથે ગુજરાતમાં દારૂ લાવવાનો પ્રયાસ પણ આ વખતે નિષ્ફળ રહ્યો છે. શામળાજી અણસોલ ચેકપોસ્ટ પાસે 8.71 લાખનો દારૂ ઝડપાયો છે. પેટ્રોલિયમ ટેન્કરમાથી 152 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ 18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં એક કરોડ ઉપરાંતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. બૂટલેગરોનો ફરી એકવાર તહેવારોમાં ગુજરાતમાં દારૂ ઠાલવવા પ્રયાસ નિષ્ફળ સાબિત થયો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે શામળાજી અણસોલ ચેકપોસ્ટ પાસે ઝડપાયેલ પેટ્રોલિયમ ટેન્કરમાં દારૂની પેટીઓ ભરેલી ટ્રક પાટણ જિલ્લામાં જતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે