SURAT માં 145 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી, 14 કરોડપતિ, 17 ઉચ્ચ અભ્યાસ કરી ચુકેલા
શહેરમાં આજે ઐતિહાસિક ઘટના બની હતી. વેસુ વિસ્તારમાં બનેલી આધ્યાત્મક નગરીમાં એક સાથે 75 મુમુક્ષુઓએ દીક્ષા લીધી હતી. છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા દીક્ષા મહોત્સવની લાખો લોકોએ મુલાકાત લીધી હતી. દીક્ષા કાર્યક્રમના પગલે જૈનધર્મના ધર્મપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ પણ સુરત આવીને તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દીક્ષા મહોત્સવમાં 14 કરોડપતિ, 8 સમગ્ર પરિવાર સહિત ખુબ જ ઉચ્ચ અભ્યાસ કરનારા લોકોએ પણ દીક્ષાનો માર્ગ પસંદ કર્યો હતો.
Trending Photos
સુરત : શહેરમાં આજે ઐતિહાસિક ઘટના બની હતી. વેસુ વિસ્તારમાં બનેલી આધ્યાત્મક નગરીમાં એક સાથે 75 મુમુક્ષુઓએ દીક્ષા લીધી હતી. છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા દીક્ષા મહોત્સવની લાખો લોકોએ મુલાકાત લીધી હતી. દીક્ષા કાર્યક્રમના પગલે જૈનધર્મના ધર્મપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ પણ સુરત આવીને તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દીક્ષા મહોત્સવમાં 14 કરોડપતિ, 8 સમગ્ર પરિવાર સહિત ખુબ જ ઉચ્ચ અભ્યાસ કરનારા લોકોએ પણ દીક્ષાનો માર્ગ પસંદ કર્યો હતો.
આજના દીક્ષા મહોત્સવની ચાર દિવસથી દીક્ષાની ઘડીઓનો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. વહેલી સવારે 4.41 વાગ્યે ગુરૂ ભગવંતો અને મુમુક્ષુ દીક્ષા મંડપમાં પ્રવેશ્યા. સંયમના માર્ગ પર આગળ વધેલા મુમુક્ષુઓને નવા નામકરણ અને વિધિ પુર્ણ કરી હતી. કેશ લુંચનની વિધિ વખતે ખુબ જ ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે હજારો લોકો હાજર રહ્યા હતા. જો કે મુમુક્ષુઓનાં ચહેરા પરનું સ્મિત જોઇને પરિવારથી માંડીને હજારો હાજર લોકોની આંખો હર્ષથી ભીની થઇ હતી.
જો કે સૌથી આશ્ચર્યજનક બાબત હતી કે, મહારાજના માર્ગદર્શનમાં આઠ પરિવારના તમામ સભ્યોએ દીક્ષા લીધી હતી. આયોજકોના અનુસાર દીક્ષાર્થીઓ પૈકી 14 કરોડપતિ છે. આ પરિવારો ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આવેલા છે. દીક્ષામાં 7 વર્ષના બાળકથી માંડીને 70 વર્ષના લોકોએ દીક્ષાગ્રહણ કરી હતી. જેમાં 38 પુરૂષો અને 37 મહિલાઓનો સમાવેશ થાય છે. આ અગાઉના કાર્યક્રમમાં 69 લોકોએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે