રાજ્યમાં ઉતરાયણના દિવસે જ બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત

રાજ્યમાં ઉતરાયણના દિવસે બે અકસ્માતમાં ટોટલ સાત લોકોના મોત થયા છે. જેથી પાવી જેતપુરના જેંશીંગપૂરા ગામ પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત થતા ચાર લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમેને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 
 

રાજ્યમાં ઉતરાયણના દિવસે જ બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત

હરીન છલીયા/છોટાઉદેપુર: રાજ્યમાં ઉતરાયણના દિવસે બે અકસ્માતમાં ટોટલ સાત લોકોના મોત થયા છે. જેથી પાવી જેતપુરના જેંશીંગપૂરા ગામ પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત થતા ચાર લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમેને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

બીજી બાજી દોહાદ જિલ્લાના ખરજ ગામે બાઇક અને છકડા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળ પર જ સારવાર માટે 3 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિકો દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે અક્સમાતનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદ સહિત ગુજરાતમાં ધાબા પરથી પડવાના કુલ 117 કેસ, દોરી વાગવાની 84 ઘટના

રાજ્યમાં મકરસંક્રાતિ કાળો દિવસ સાહિત થયો હતો. રાજ્યમાં અલગ0અલગ અકસ્માતમાં 7 લોકોના મોત થતા મૃતકોના પરિવારમાં માતમ છવાયો છે. જે સ્થળ પર અકસ્માત થયો હતો તે રોડ પર ટ્રાફિકની લાંબી લાઇનો લાગી હતી. રોડ પર જઇ રહેલા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પડ્યો હતો.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news