ગિરનાર કેટલો સુરક્ષિત? પર્વત ચઢી રહેલી 2 રશિયન યુવતીઓ સાથે લૂંટનો પ્રયાસ
ભારતમાં અતિથિ દેવો ભવની ભાવનામાં માનતો દેશ છે. હાલ કુંભ મેળાને કારણે ભારતમાં અનેક વિદેશી પ્રવાસીઓ આવેલા છે. ત્યારે પારકા દેશમાં ફરવા આવતા વિદેશીઓને આપણા દેશમાં ફરવા આવતા વિદેશીઓને ક્યારેક એવા કડકા અનુભવ થતા હોય છે.
Trending Photos
હનીફ ખોખર/જુનાગઢ : ભારતમાં અતિથિ દેવો ભવની ભાવનામાં માનતો દેશ છે. હાલ કુંભ મેળાને કારણે ભારતમાં અનેક વિદેશી પ્રવાસીઓ આવેલા છે. ત્યારે પારકા દેશમાં ફરવા આવતા વિદેશીઓને આપણા દેશમાં ફરવા આવતા વિદેશીઓને ક્યારેક એવા કડકા અનુભવ થતા હોય છે. અનેક વિદેશીઓ સાથે લૂંટનો બનાવ બનતો હોય છે. ત્યારે જુનાગઢના ભવનાથમાં આવેલી બે રશિયન મહિલાઓને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. એટલું જ નહિ, બંને મહિલાઓએ પ્રતિકાર કરતા ત્રણ શખ્સોએ તેમના શરીર પર ઈજા પહોંચાડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢનો મેળો શરૂ થાય તે પહેલા જ તેની સુરક્ષાના સવાલો ઉભા થાય છે. રશિયાની બે મહિલાઓ ગત સોમવારે જુનાગઢ ફરવા આવી હતી. બંને મહિલાઓ ગિરનાર સર કરવા નીકળી હતી. ત્યારે માળી પરબ પાસે ત્રણ શખ્સોએ બંને મહિલાઓ પર હુમલો ક્યો હતો. શખ્સોએ મહિલાઓ પાસેથી રૂપિયાની બેગ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને મહિલાઓએ શખ્સોનો સામનો કરતા તેઓએ તીક્ષ્ણ હથિયારથી તેમના પર હુમલો કર્યો હતો.
હુમલો થતા જ રશિયન મહિલાઓએ બૂમાબૂમ કરી હતી. જેથી હુમલાખોરો નાસી છૂટ્યા હતા. તેઓ જંગલ તરફ ભાગી ગયા હતા. પરંતુ એક મહિલાને હાથ પર ઈજા થઈ હતી. બંને મહિલાઓએ આ હુમલા અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક બંને મહિલાઓને સુરક્ષા પૂરી પાડી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ પોલીસે બંને મહિલાઓને સુરક્ષા આપી છે. તો હુમલાખોરોને ઝડપી લેવા પ્રયાસો શરૂ કર્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે