અમદાવાદ: ચાઈનીસ દોરાથી કપાઈ ગઈ યુવકના ગળાની નસ, મદદ માટે બૂમ પાડી, પણ...

ઊત્તરાયણને હજી પંદર દિવસ બાકી છે, તેમ છતાં શહેરમાં ચાઈનીસ દોરાથી પતંગ ઉડાવાઈ રહી છે. જેનો મતલબ એ કે આ દોરો ખુલ્લેઆમ વેચાઈ પણ રહ્યો છે. હકીકતમાં લોકોની જિંદગી ચાઈનીસ દોરો નહિ, પણ તેને ઉડાવનાર વ્યક્તિ હણે છે.

અમદાવાદ: ચાઈનીસ દોરાથી કપાઈ ગઈ યુવકના ગળાની નસ, મદદ માટે બૂમ પાડી, પણ...

અમદાવાદ : ઊત્તરાયણમાં ચાઈનીસ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં માર્કેટમાં ખુલ્લેઆમ તેનું વેચાણ થાય છે. મોતના આ સામાનનો ખુલ્લેઆમ વેચાણ થાય છે, તો પ્રતિબંધિત હોવા છતાં અનેક લોકો તેને ખરીદીને ઉડાવે છે. આ જ દોરો કેટલાક લોકો માટે મોતનો દોરો સાબિત થાય છે. ત્યારે ચાઈનીસ દોરીથી મોતનો અમદાવાદનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં 22 વર્ષના યુવકનું મોત નિપજ્યું છે. 

ભચાઉ અકસ્માત : એકસાથે 10 લોકોની અર્થી જોઈને હાજર દરેક વ્યક્તિ રડી પડી...

પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલા વિંઝોલના આયોજન નગરમાં રહેતો 22 વર્ષીય મેહુલ દિનેશભાઈ ડાભી નામનો યુવક સાંજના સમયે પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે હાટકેશ્વર બ્રિજ પરથી પોતાની એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેના ગળામાં પતંગની દોરી આવી ગઈ હતી. ચાઈનીસ દોરી ગળામાં આવી જતા તેની ગળાની નસ કપાઈ ગઈ હતી. ત્યારે આસપાસના ચાલકો તેની મદદે આવ્યા હતા. એક રીક્ષાચાલકે તેને તાત્કાલિક એલ.જી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ એ યુવકનું મોત નિપજ્યું હતું. 

રસ્તા વચ્ચે બેસેલા સિંહને કારણે અટકી ગયો હતો રાષ્ટ્રપતિની ગાડીનો કાફલો

ઊત્તરાયણને હજી પંદર દિવસ બાકી છે, તેમ છતાં શહેરમાં ચાઈનીસ દોરાથી પતંગ ઉડાવાઈ રહી છે. જેનો મતલબ એ કે આ દોરો ખુલ્લેઆમ વેચાઈ પણ રહ્યો છે. હકીકતમાં લોકોની જિંદગી ચાઈનીસ દોરો નહિ, પણ તેને ઉડાવનાર વ્યક્તિ હણે છે. માર્કેટમાં જો ચાઈનીસ દોરો વેચવો ગુનો છે, તો તેને ખરીદવું પણ ગુનો છે. તેને ખરીદીને તેને ઉડાવનાર વ્યક્તિ પણ એટલો જ દોષિત છે. 

કચ્છ માટે કલંકિત રહ્યું 2018, આખા વર્ષમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનો આંકડો જાણીને નહિ થાય વિશ્વાસ

બીજી ઘટનામાં ઇસનપુરમાં રહેતા જયેશ પટેલ નામનો 30 વર્ષના યુવક પિતાને બાઇક પર બેસાડી સાંજે દર્શન કરવા નીકળ્યો હતો. ત્યારે લોટસ સ્કૂલ પાસે તેના ગળામાં પતંગની દોરી આવી ગઇ હતી. જયેશને દોરીથી ગળા અને નાકના ભાગે ઘસરકા પડ્યા હતા. સદ્દનસીબે જયેશની બન્ને આંખો બચી ગઇ હતી. જોકે ઈસનપુરમાં તે જ રોડ પર કલાક પહેલાં જ ચાઈનીઝ દોરીને કારણે મહિલાનો કાન કપાયો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news