રાજકોટ: AMT મશીનમાંથી રૂપિયાની ઉચાપત કરનાર ગેંગનો 2 શખ્શની ધરપકડ
સાયબર સેલ બ્રાંચને મહત્વની સફળતા હાથ લાગી છે. ગુજરાત સહિત 7 રાજ્યોમા પોતાના બદઈરાદાઓને અંજામ આપતી મેવાતી ગેંગના બે સભ્યોને જુદી જુદી બેંકના 50થી વધુ એટીએમ કાર્ડ સાથે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓએ પોલીસની પ્રાથમિક પુછપરછમા 10લાખથી પણ વધુ રકમની છેતરપિંડી આચર્યાની કબુલાત આપી છે. ત્યારે પોલીસ કમિશ્નરે સાબયપ સેલ બ્રાંચને પ્રશંસનિય કામગીરી કરવા બદલ 15 હાજરનુ ઈનામ પણ જાહેર કર્યુ છે.
Trending Photos
સત્યમ હંસોરા/રાજકોટ: સાયબર સેલ બ્રાંચને મહત્વની સફળતા હાથ લાગી છે. ગુજરાત સહિત 7 રાજ્યોમા પોતાના બદઈરાદાઓને અંજામ આપતી મેવાતી ગેંગના બે સભ્યોને જુદી જુદી બેંકના 50થી વધુ એટીએમ કાર્ડ સાથે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓએ પોલીસની પ્રાથમિક પુછપરછમા 10લાખથી પણ વધુ રકમની છેતરપિંડી આચર્યાની કબુલાત આપી છે. ત્યારે પોલીસ કમિશ્નરે સાબયપ સેલ બ્રાંચને પ્રશંસનિય કામગીરી કરવા બદલ 15 હાજરનુ ઈનામ પણ જાહેર કર્યુ છે.
રમેશભાઇ ચાવડા નામના એસબીઆઈ બેંકના મેનેજરે એક ફરીયાદ આપી હતી. જેમા બેંકના નિતીનિયમો મુજબ પોતાની જવાબદારી હેઠળ આવતા એટીએમ મશીનોમા થયેલા ટ્રાજેકશનોનુ નાણાકીય રિકન્સીલેશન કરતા હતા. ત્યારે એસબીઆઇ બેંકના એટીએમ મશીનોમા અમુક ટ્રાન્ઝેકશન છેતરપીડીથી કરવામા આવ્યા હોવાનુ ખુલવા પામ્યુ હતુ. જે બાબતની ફરિયાદ શહેરના સાયબર સેલ બ્રાંચમા નોંધાઈ હતી.
ફરિયાદમા એસબીઆઇ બેંકના અલગ અલગ કુલ ૭ એટીએમ માંથી વિવિધ ૨૬ જેટલા ટ્રાન્ઝેકશન કરી કુલ 5.21લાખની રકમની છેતરપિંડી કરવામા આવી હતી. ફરિયાદ નોંધાતાની સાથેજ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરતા ઈમરાન અને અઝરૂદ્દિન નામના શખ્સોની ધરપકડ કરવામા આવી છે.
56ની છાતી ગધેડાની હોય પણ ભક્તોને ખબર પડતી નથી: અર્જુન મોઢવાડીયા
પોલીસની પુછપરછમા આરોપીઓએ જણાવ્યુ હતુ કે, તેઓ પોતાના વતન મેવાતનાગમાંથી અલગ અલગ વ્યકિતઓ પાસેથી જુદી જુદી બેંકોના ૬૦ થી ૧૦૦ જેટલા એટીએમ કાર્ડ લઈને આવ્યા હતા. જે એટીએમ કાર્ડ તેઓ તેમના મુળ માલીક પાસેથી 50 ટકાના કમિશ્ને લાવ્યા હતા. જે બાદ તેઓ કાર્ડ મેળવી અલગ અલગ રાજયોમા જઇ જે તે કાર્ડ ધારકના ખાતામાં નાણા જમા કરાવતા અને ત્યારબાદ બેંકના એટીએમ સેન્ટરમાં જઈ આ એટીએમ કાર્ડથી નાણા ઉપાડી લેતા હતા.
આ જિલ્લામાં છે 196 જેટલા શતાયુ મતદારો, ચૂંટણી માટે બન્યા રોલ મોડલ
જે બાદ જેવા નાણા એટીએમ મશીનમાંથી બહાર આવે કે તે નાણા ને તેજ સ્થિતીમાં પકડી રાખી તુરતજ મશીનની પાછળ આવેલી ડ્રગ પાવર સ્વીચ ઓફ કરી બાદમા તેજ સ્વીચ ઓન કરતા હતા. તો તે બાદ તેઓ બેંકના ટોલ ફ્રી નંબર પર કોલ કરી એટીએમ સેન્ટરમાંથી પોતાને નાણાં મળેલ નથી. તેવી કંમ્પલેન રજીસ્ટર કરાવી બેંકમાંથી ફરીવાર નાણાં પરત મેળવી બેંકો સાથે છેતરપીંડી આચરતા હતા. હાલ તો પોલીસે આ ભેજાબાજ આરોપીને ઝડપી આ આરોપી દ્વારા વધુ ક્યાં ક્યાં આ પ્રકાર ની છેતરપીંડી આચરી છે તે દિશા તરફ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે