TMKOC: 'ગાયબ' થઈ ગયા બાદ 25 દિવસ ક્યાં અને કેવી રીતે પસાર કર્યા? તારક મહેતાના 'સોઢી'એ એક એક વિગત જણાવી
Taarak Mehta Ka Ooltah Chashmah: ગુરુચરણ સિંહ સોઢી આખરે ઘરે પાછા ફર્યા છે. તેમને પાછા ફરેલા જોઈને તેમના ફેન્સ પણ ખુશખુશાલ છે. પરંતુ તેમણે આટલા દિવસ શું કર્યું તે અંગે પણ લોકોના મનમાં સવાલ ઉદભવી રહ્યો છે. તેઓ 22 એપ્રિલથી ગુમ હતા. તેમના પિતાએ દિલ્હીમાં તેમના ગૂમ થવા અંગે ફરિયાદ પણ કરી હતી. જાણો તેમણે આ 25 દિવસ શું શું કર્યું.
Trending Photos
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરુચરણ સિંહ સોઢી આખરે ઘરે પાછા ફર્યા છે. તેમને પાછા ફરેલા જોઈને તેમના ફેન્સ પણ ખુશખુશાલ છે. પરંતુ તેમણે આટલા દિવસ શું કર્યું તે અંગે પણ લોકોના મનમાં સવાલ ઉદભવી રહ્યો છે. તેઓ 22 એપ્રિલથી ગુમ હતા. તેમના પિતાએ દિલ્હીમાં તેમના ગૂમ થવા અંગે ફરિયાદ પણ કરી હતી. પોલીસે દિલ્હીથી લઈને મુંબઈ સુધી પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ માહિતી મળી શકી નહતીં. હવે તેઓ પાછા ફરતા હવે કેટલીક વિગતો સામે આવી છે.
શું કર્યું 25 દિવસ?
પોલીસના જણાવ્યાં મુજબ ગુરુચરણ સિંહ વિશે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. 25 દિવસ સુધી તેઓ ક્યાં હતાં અને શું કર્યું તે અંગે તેમણે રજેરજની માહિતી તેમણે જણાવી છે. આ સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. ગુરુચરણ સિંહના પાછા ફરવાના કારણે તેમના પરિવારજનો પણ ખુશખુશાલ હશે. પરંતુ દિલ્હી પોલીસે શોધવા માટે ભારે જદ્દોજહેમત કરવી પડી. આવામાં તેમના ઉપર શું કોઈ કેસ થઈ શકે ખરો? એ તો આગળ જ ખબર પડી શકશે. જો કે દિલ્હી પોલીસ ગુરુચરણ સિંહની સત્તાવાર રીતે આ મામલે પૂછપરછ કરશે ત્યારે વધુ વિગતો સામે આવી શકશે.
ગુરુચરણ સિંહે પૂછપરછમાં જણાવ્યું કે તેમણે દુનિયાદારીનો મોહ છોડી દીધો હતો. ધાર્મિક યાત્રા પર નીકળી ગયા હતા. તેઓ અમૃતસર, લુધિયાણા, અને અનેક શીખ ધર્મના તીર્થસ્થળો તથા શહેરોના ગુરુદ્વારામાં રોકાયા હતા.
Taarak Mehta Ka Ooltah Chashmah fame actor Gurucharan Singh has returned home on 17 May. He had gone missing on 22nd April. The Police have recorded his statement in the court. Gurucharan Singh said he had gone away from home on a spiritual journey: Delhi Police
(Pic source:… https://t.co/58EpY0ENVk pic.twitter.com/0YW3z9gWue
— ANI (@ANI) May 18, 2024
તારક મહેતા...માં સોઢીનું પાત્ર ભજવી ચૂકેલા આ કલાકારે વધુમાં કહ્યું કે 25 દિવસ સુધી તેઓ પંજાબના અલગ અલગ શહેરોમાં રહ્યા અને પછી તેમને અહેસાસ થયો કે પરિવાર જ બધુ છે અને તેઓ ઘરે પાછા ફર્યા. તેમના પાછા ફરવાથી બધા ખુશ છે.
અત્રે જણાવવાનું કે ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ઘરેથી મુંબઈ જવા માટે નીકળ્યા હતા. પરંતુ તેઓ મુંબઈ પહોંચ્યા નહીં કે તેમનો ફોન પણ એક્ટિવ ન હતો. ગુરુચરણ સિંહના પિતાએ 26 એપ્રિલના રોજ દિલ્હીના પાલમ પોલીસ મથકમાં તેમના ગૂમ થવા અંગે ફરિયાદ કરી હતી. દિલ્હી પોલીસે તો અપહરણનો મામલો નોંધીને તપાસ શરૂ કરી. જેમાં ખબર પડી કે તેઓ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમના 10થી વધુ બેંક એકાઉન્ટ નીકળ્યા અને માનસિક સ્થિતિ પણ સારી ન હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું.
જો કે પોલીસને તેમના મોબાઈલ સર્ચ અને ડિજિટલ તપાસ દરમિયાન માહિતી મળી હતી કે ગુરુચરણ સિંહને ધર્મ પ્રત્યે વધુ ઝૂકાવ થઈ ગયો હતો. તેમણે એક મિત્રને પહાડો પર જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેઓ કથિત રીતે ગુમ થઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે