કોર્ટનો એક નિર્ણય અને Birthday Girl સુસ્મિતા સેનને થઈ ગયો લાખોનો ફાયદો
સુસ્મિતા લાંબા સમયથી એક કોર્ટ કેસ લડી રહી હતી જેમાં એની તરફેણમાં નિર્ણય આવ્યો છે
Trending Photos
નવી દિલ્હી : આજે બોલિવૂડ સ્ટાર સુસ્મિતા સેનનો જન્મદિવસ છે અને ઇન્કમ ટેક્સને લગતા વિવાદોનો ઉકેલ લાવનાર ઇન્કમ ટેક્સ અપેલેટ ટ્રિબ્યુનલે (આઇટીએટી) હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ સુસ્મિતા સેનને મોટી રાહત આપી છે. એક આદેશ પ્રમાણે હવે સુસ્મિતાને યૌન ઉત્પીડનની ફરિયાદ બદલ મળેલી સેટલમેન્ટની રકમ પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. સુસ્મિતાએ કોકા કોલા કંપનીના એક કર્મચારી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં સેટલમેન્ટ તરીકે સુસ્મિતાને 2003-04 દરમિયાન 95 લાખ રૂ. મળ્યા હતા. સુસ્મિતાએ આ રકમ પર ટેક્સ ન ભર્યો જેના કારણે વિવાદ ઉભો થતા મામલો અપેલેટ ટ્રિબ્યુનલ પાસે પહોંચ્યો હતો. ટ્રિબ્યુનલે આ મામલામાં સુસ્મિતાના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.
આઇટીએટીએ પોતાના 14 નવેમ્બરના આદેશમાં કહ્યું હતું કે ઇન્કમ ટેક્સ કમાણી પર લાગે છે અને સુસ્મિતાને મળેલા પૈસા તેની કમાણી નહીં પણ CAPITAL RECEIPT છે.
આ ઘટનાની વિગતો જોઈએ તો સુસ્મિતાએ કોકા કોલા ઇન્ડિયા સાથે એની પ્રોડક્ટના પ્રચાર અને પ્રસાર માટે 1.45 કરોડ રૂપિયાનો એક કમર્શિયલ કોન્ટ્રાક્ટ કર્યો હતો. જોકે આ કોન્ટ્રાક્ટને કંપનીએ સમય પહેલાં જ પુરો કરી દીધો હતો કારણ કે એક વિવાદ થયો હતો. સુસ્મિતાનો આરોપ છે કે તેણે કંપનીના એક કર્મચારી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો અને એટલે તેને આ સજા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ મિસ યુનિવર્સે કોકા કોલા અને અમેરિકન પાર્ટનર્સ પાસે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ પછી સુસ્મિતા અને કોકા કોલા વચ્ચે સમાધાન થયું હતું.
સુસ્મિતા અને કંપની વચ્ચે સમય પહેલાં કોન્ટ્રાક્ટ પુરો કરવાના મામલામાં સુસ્મિતાને કંપની તરફથી 50 લાખ રૂ.ની રકમ મળી હતી. આ મામલામાં થયેલા સમાધાનની શરત પ્રમાણે સુસ્મિતાને 1.45 કરોડ રૂ. મળ્યા હતા. જોકે સુસ્મિતાએ માત્ર 50 લાખ રૂ.ની રકમ પર ઇન્કમ ટેક્સ ભરવાની તૈયારી બતાવી હતી જેના પગલે મામલો ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે