Raj Kundra કેસમાં મોડલનો ખુલાસો- ન્યૂડ શૂટ માટે પર ડે ઓફર કર્યા હતા આટલા રૂપિયા
તમને જણાવી દઇએ કે પોર્નોગ્રાફી કેસ (Pornography Case) માં રાજ કુંદ્રા (Raj Kundra) ને ફસાવ્યા બાદ શુક્રવારે મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમે કુંદ્રા અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના બંગલા પર રેડ પાડી હતી.
Trending Photos
નવી દિલ્હી: રાજ કુંદ્રા (Raj Kundra) કેસમાં દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. એવી ઘણી સ્ટ્રગલિંગ અભિનેત્રીઓની કહાનીઓ હવે સામે આવી રહી છે જે પોર્નોગ્રાફી કેસ (Pornography Case) નો શિકાર થઇ છે. તાજેતરમાં જ વધુ એક અભિનેત્રીએ પોતાનું દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે કેવી તેને પોર્ન બિઝનેસમાં લાવવાની લાલચ આપી.
પોર્ન બિઝનેસમાં આવવાની આપી લાલચ
એક સ્ટ્રગલિંગ અભિનેત્રી નિકિતા ફ્લોરા સિંહ (Nikita Flora Singh) એ રાજ કુંદ્રાના પીએ ઉમેશ કામત (Umesh Kamat) પર પોર્ન બિઝનેસમાં લાવવા માટે લાલચ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી.
I was also asked by #UmeshKamat to shoot #nude for #rajkundra's app #Hotshots in Nov 2020,but I refused. Kamat offered Rs 25k/day. Thank God I did not fall for big name of https://t.co/KqaIglFBEU girl from #jharkhand got divorce from her husband because she shot for them. pic.twitter.com/YHCaJ79FRD
— Nikita Flora Singh (@NikitaFloraS) July 21, 2021
'એક છોકરીના થયા છુટાછેડા'
નિકિતા ફ્લોરા સિંહ (Nikita Flora Singh) એ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું 'મને ઉમેશ કામત (Umesh Kamat) એ ગત વર્ષે નવેમ્બરમાં રાજ કુંદ્રા એપ હોટશોટ માટે ન્યૂડ શૂટ કરવા માટે કહ્યું હતું પરંતુ મેં ના પાડી દીધી. ઉમેશ કામતે મને દરરોજ 25 હજાર રૂપિયા આપવાની ઓફર કરી હતી પરંતુ મેં ન્યૂડ થઇને શૂટ કરવાની ના પાડી છે. આશ્વર્યની વાત એ છે કે હવે બંનેની ધરપકડ થઇ ગઇ છે. ભગવાનનો આભાર છે કે હું રાજ કુંદ્રા જેવા મોટા નામના સકંજામાં આવી નહી, જેણે ઘણી માસૂમ છોકરીઓને વલ્ગર એક્ટની લાલચ અપી. ઝારખંડની એક છોકરીના પોતાના પતિ સાથે છુટાછેડા થઇ ગયા કારણ કે તેમના માટે શૂટિંગ કર્યું હતું.'
શિલ્પા શેટ્ટી સાથે થઇ પૂછપરછ
તમને જણાવી દઇએ કે પોર્નોગ્રાફી કેસ (Pornography Case) માં રાજ કુંદ્રા (Raj Kundra) ને ફસાવ્યા બાદ શુક્રવારે મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમે કુંદ્રા અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના બંગલા પર રેડ પાડી હતી. સાથે જ ક્રાઇમ બ્રાચે પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીનું સ્ટેટમેન્ટ પણ નોંધ્યું હતું.
સોમવારે થશે સુનવણી
તમને જણાવી દઇએ કે રાજ કુંદ્રા (Raj Kundra) ની જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટે સોમવારે સુનાવણી કરશે. રાજ કુંદ્રા પર પોર્ન અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એપ પર કાયદેસર રીતે સ્ટ્રીમ કરવાનો આરોપ છે. જોકે રાજ કુંદ્રાએ પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમની ધરપપકડ ગેરકાયદેસર છે. પોલીસે અશ્લીલ અને પોર્ન ફિલ્મો બનાવવાનો કેસ ફેબ્રુઆરી 2021માં નોંધાયો હતો. ત્યારબાદ કેસની તપાસમાં પોર્ન ફિલ્મો બનાવવાના રેકેટના તાર રાજ કુંદ્રા અને તેમની કંપની વિયાન ઇંડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે