સુશાંત કેસ: આત્મહત્યાના ચાર દિવસ પહેલાની 'વોટ્સએપ ચેટ' સામે આવી, જાણો શું લખ્યું છે?
Trending Photos
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનથી દરેક જણ સ્તબ્ધ છે. સુશાંતના ચાહકો હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. દિવંગત અભિનેતાની મોટી બહેન શ્વેતા સિંહ કિર્તી (Shweta Singh Kirti) પણ સતત પોતાના ભાઈને યાદ કરીને તેના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે. આ વખતે શ્વેતાએ સુશાંતની યાદમાં જૂના કિસ્સાઓથી ભરેલી એક લાંબી લચક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે બાળપણની વાતો અને તસવીરો મૂકી છે.
શ્વેતાએ આ પોસ્ટમાં ભાઈ સુશાંત સાથે વોટ્સએપ પર કરેલી ચેટનો સ્ક્રિન શોટ પણ શેર કર્યો છે. એટલું જ નહીં શ્વેતાએ લગ્નની કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં સુશાંત હસતો જોવા મળે છે. શ્વેતાએ ખુબ જ ભાવુક અંદાજમાં કહ્યું કે મને હંમેશાથી એવું લાગતું હતું કે માતા અને પિતા એક પુત્ર ઈચ્છતા હતાં કારણ કે મમ્મીનું પહેલું સંતાન એક પુત્ર હતો જેને તેમણે દોઢ વર્ષની ઉંમરમાં જ ગુમાવી દીધો.
શ્વેતાએ આ પોસ્ટમાં જણાવ્યું કે કેવી રીતે ખુબ માનતાઓ અને દુઆઓ બાદ સુશાંતનો જન્મ થયો હતો. આ ઈમોશનલ પોસ્ટમાં શ્વેતાએ પોતાના લગ્નનો ઉલ્લેખ કરતા એ પણ જણાવ્યું કે કેવી રીતે સુશાંત તેની વિદાય વખતે રડ્યો હતો. આ સાથે જ વોટ્સએપ ચેટ શેર કરીને જણાવ્યું કે તે હંમેશા સુશાંતને પોતાની પાસે બોલાવતી હતી પરંતુ બિઝી હોવાના કારણે સુશાંત જઈ શકતો નહતો.
અત્રે જણાવવાનું કે સુશાંત આત્મહત્યા કેસની તપાસ હાલ ચાલુ છે. મુંબઈ પોલીસ સતત આ કેસમાં પૂછપરછ કરી રહી છે. તાજા રિપોર્ટ મુજબ મહેશ ભટ્ટની પણ આ કેસમાં પૂછપરછ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે