Mannat Name Plate Price: શાહરૂખની 'મન્નત'માં લાગી લાખો રૂપિયાની નેમ પ્લેટ, તસવીરો વાયરલ

Mannat Name Plate Price: કિંગ ખાનના સપનાનો આ રાજ મહેલ મુંબઈના બાંદ્રામાં દરિયાકાંઠેની સામે આવેલો છે. કહેવાય છે કે વર્ષ 1997માં શાહરૂખ ખાને આ ઘર ખરીદવાનો નિર્ણય કર્યો હતો. તે વખતે તેની ફિલ્મ યસ બોસ સુપર હિટ થઈ હતી. શાહરૂખના ઘર ખરીદ્યા પહેલા 'મન્નત'નું નામ 'વિલા વિએના' હતું. 

Mannat Name Plate Price: શાહરૂખની 'મન્નત'માં લાગી લાખો રૂપિયાની નેમ પ્લેટ, તસવીરો વાયરલ

મુંબઈ: બોલિવૂડના 'મિસ્ટર બાદશાહ' તરીકે ઓળખાતા શાહરૂખ ખાન આજકાલ પોતાના 'જન્નત' જેવું ઘર 'મન્નત'ને લઈને જબરદસ્ત ચર્ચામાં છે. હકીકતમાં, હાલમાં જ કિંગ ખાનના ઘર 'મન્નત'ની નેમ પ્લેટ બદલવામાં આવી છે, જેની કિંમતનો હાલ સૌથી મોટો ખુલાસો થયો છે. એક રિપોર્ટ અનુસાર, નવી નેમ પ્લેટની કિંમત 20 થી 25 લાખ રૂપિયાની વચ્ચે જણાવવામાં આવી રહી છે, જેણે સાંભળીને લોકોનો હોશ ઉડી ગયા છે.

'મન્નત'નું નામ 'વિલા વિએના' હતું
કિંગ ખાનના સપનાનો આ રાજ મહેલ મુંબઈના બાંદ્રામાં દરિયાકાંઠેની સામે આવેલો છે. કહેવાય છે કે વર્ષ 1997માં શાહરૂખ ખાને આ ઘર ખરીદવાનો નિર્ણય કર્યો હતો. તે વખતે તેની ફિલ્મ યસ બોસ સુપર હિટ થઈ હતી. શાહરૂખના ઘર ખરીદ્યા પહેલા 'મન્નત'નું નામ 'વિલા વિએના' હતું. વર્ષ 2001માં કિંગ ખાને આ ઘર Keeko Gandhy પાસેથી 13 કરોડમાં ખરીદ્યું હતું અને વર્ષ 2005માં તેમણે પોતાની સ્ટાઈલમાં તેણે ડિઝાઈન કરીને તેનું નામ 'મન્નત' રાખ્યું હતું.

— Latif SRKian✨ (@LatifSrkian) April 22, 2022

શાહરૂખના 'મન્નત' માં લાગી લાખો રૂપિયાની નેમ પ્લેટ
કહેવામાં આવી રહ્યું છે કે આ નેમ પ્લેટને ડિઝાઈન શાહરૂખની પત્ની ગૌરીએ કરી છે. તમને જણાવી દઈએ કે ગૌરી ખાન એક ઈન્ટીરિયર ડિઝાઈનર છે અને તેમણે જ 'મન્નત' ને પહેલા પણ ડિઝાઈન કર્યો હતો. હાલમાં 'મન્નત' ની નવી નેમ પ્લેટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખનું ઘર 'મન્નત' માટે કોઈ ટૂરિસ્ટ સ્પોટથી ઓછું નથી, લોકો ઘણી વખત આ ઘરના મેન ગેટની સામે ફોટો ક્લિક કરાવે છે.

No description available.

White House સાથે થાય છે 'મન્નત' ની તુલના
તમને જણાવી દઈએ કે અરબોના માલિક શાહરૂખ ખાનની પાસે ઘણી સંપત્તિ છે પરંતુ તેની પ્રોપર્ટીની સૌથી કિંમતી ભાગ છે તેમના સપનાનો મહેલ 'મન્નત', જેણી કિંમત 350 કરોડ રૂપિયાની આસપાસ છે. તે અંદરથી ખુબ જ ભવ્ય અને મનમોહક લાગે છે. લોકો આ ઘરની તુલના અમેરિકાના વ્હાઈટ હાઉસ સાથે પણ કરે છે.

No description available.

Letterman ના શોમાં દેખાડવામાં આવી હતી 'મન્નત' નું રસોડું
'મન્નત' 6 માળનો બંગલો છે, તેમાં ઘણા બેડરૂમ, લાઈબ્રેરી, જિમ, સ્વિમિંગ પૂલ, લિવિંગ રૂમ, ડ્રાઈવિંગ હોલ, મિની થિયેટર અને મોટું પાર્કિંગ એરિયા છે. એટલું જ નહીં ઘરના દરેક સભ્ય માટે અલગ અલગ ડ્રેસિંગ એરિયાઝ અને શૂઝ સેલ્ફ છે. આ સિવાય ઘરમાં શાહરૂખ અને ગૌરી બન્ને માટે અલગ અલગ ઓફિશિયલ સ્પેસ છે, એટલું જ નહીં, આ ઘરમાં એક મોટું રસોડું પણ છે, જેમાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. કિંગ ખાનના રસોડાનું નામ David Letterman ના શોમાં જોયું હશે.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news