Richest Family: બચ્ચન, કપૂર કે ખાન નહીં... આ છે બોલીવુડનો સૌથી અમીર પરિવાર, 10,000 કરોડની છે નેટવર્થ
Richest Family Bollywood: બોલીવુડના સૌથી ફેમસ અને લોકપ્રિય પરિવારોમાં ખાન, કપૂર અને બચ્ચન પરિવારનો સમાવેશ થાય છે. તેથી લોકોને પણ લાગે છે કે આ પરિવાર સૌથી અમીર પણ હશે. પરંતુ એવું નથી. બોલીવુડનો સૌથી અમીર પરિવાર કયો છે ચાલો તમને જણાવીએ.
Trending Photos
Richest Family Bollywood: ખાન અને કપૂર પરિવાર બોલીવુડના સૌથી જુના પરિવાર છે. પરંતુ નેટવર્થની બાબતમાં ખાન, કપૂર અને બચ્ચન પરિવારને ફાઇનાન્સિયલ પાવર હાઉસે પાછળ છોડી દીધા છે. બોલીવુડના સૌથી અમીર પરિવારની વાત આવે તો તેમાં બચ્ચન, ખાન કે કપૂર પરિવાર નહીં પરંતુ કુમાર પરિવાર ટોચ પર છે. ટી સીરીઝ કંપની પાછળના માસ્ટર માઈન્ડ જે શાંતિથી એક પછી એક શાનદાર અને બ્લોકબસ્ટર ફિલ્મો બનાવીને કરોડોની કમાણી કરી રહ્યા છે. બોલીવુડના સૌથી અમીર પરિવારની કમાન ભૂષણ કુમારના હાથમાં છે. આ પરિવારની નેટવર્થ વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
એક રિપોર્ટ અનુસાર સંગીત સામ્રાજ્યની કમાન સંભાળતા ભૂષણ કુમાર ટી સીરીઝ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે તે બોલીવુડના સૌથી અમીર વ્યક્તિ છે. ટી સીરીઝ કંપનીની શરૂઆત 1983 માં ગુલશન કુમાર એ કરી હતી. હાલ આ કંપની ભૂષણ કુમાર અને તેના કાકા કૃષ્ણકુમાર સાથે મળીને ચલાવે છે.
રિપોર્ટ અનુસાર કુમાર પરિવારની ટોટલ નેટવર્થ લગભગ 1.2 અરબ ડોલર એટલે કે 10,000 કરોડ જેટલી છે. ભૂષણ કુમાર સામે બોલીવુડના સૌથી મોટા સ્ટારના પરિવાર પણ કંઈ જ નથી.
ભૂષણ કુમાર સતત ફિલ્મોમાં ઇન્વેસ્ટ કરે છે અને તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી પણ કરે છે જેના કારણે કુમાર પરિવારનો બિઝનેસ સતત વધી રહ્યો છે. ભૂષણ કુમારની વધતી નેટવર્કને જોઈને કહી શકાય કે તેમની કિસ્મત ચમકી રહી છે. બોલીવુડના સૌથી અમીર પરિવારોને યાદીમાં કુમાર ફેમિલી પછી ચોપડા પરિવાર આવે છે જેની નેટવર્થ 8000 કરોડ છે અને ત્યાર પછી બચ્ચન પરિવાર આવે છે જે 4,500 કરોડની નેટવર્થ ધરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે