'રંગીલા'ના સેટ પર રામ ગોપાલ વર્માની પત્નીએ ઉર્મિલાને મારી હતી જોરદાર થપ્પડ, કારણ હતું આવું...
Ratna Varma Slap Urmila Matondkar: તમને ખબર નહીં હોય પણ 'રંગીલા'ના સેટ પર એક એવી ઘટના ઘટી હતી જે ઘટના બાદ રામ ગોપાલ વર્માની પત્નીએ ગુસ્સામાં ઉર્મિલા માતોંડકરને થપ્પડ મારી દીધી હતી. આખરે એવું તો શું બન્યું કે મામલો થપ્પડ સુધી પહોંચ્યો?
Trending Photos
Ratna Varma Slap Urmila Matondkar: જ્યારે પણ રામ ગોપાલ વર્માની વાત આવે છે ત્યારે ફિલ્મ 'રંગીલા' અને તેની હીરોઈન ઉર્મિલા માતોંડકરનું નામ મનમાં આવે છે. આ વાજબી પણ છે કારણ કે આ ફિલ્મ બ્લોકબસ્ટર હતી અને તેના દ્વારા રામ ગોપાલ વર્માએ ઉર્મિલા માતોંડકરને સ્ટાર બનાવી દીધી હતી. ઉર્મિલા માતોંડકરે ભલે બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ તેને લોકપ્રિયતા રામ ગોપાલ વર્માની ફિલ્મ 'રંગીલા'થી મળી હતી. આ કારણે તે 'રંગીલા ગર્લ' તરીકે પ્રખ્યાત થઈ. પરંતુ આ ફિલ્મના સેટ પર કંઈક એવું બન્યું, જેના કારણે રામ ગોપાલ વર્માની પત્નીએ ઉર્મિલા માતોંડકરને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. 28 વર્ષ પહેલા 'રંગીલા'ના સેટ પર બનેલી આ ઘટના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
આ પણ વાંચો:
રામ ગોપાલ વર્મા ઉર્મિલા માટે હતા પાગલ
રામ ગોપાલ વર્માએ પોતે પોતાની બાયોગ્રાફી 'ગન એન્ડ થિંગ્સઃ ધ સ્ટોરી ઓફ માય લાઈફ'માં આ ઘટનાનો ખુલાસો કર્યો હતો. રામ ગોપાલ વર્માએ પુસ્તકમાં જણાવ્યું છે કે તેઓ ઉર્મિલા માતોંડકરના દિવાના હતા. આ પુસ્તકમાં તેણે લખ્યું છે, 'જે છોકરીએ મને પહેલીવાર પ્રભાવિત કર્યો તે ઉર્મિલા માતોંડકર હતી. હું ઉર્મિલાની સુંદરતા પર પાછળ પાગલ હતો. તેનો ચહેરો, તેનું ફિગર બધું જ દિવ્ય હતું. મેં 'રંગીલા' દ્વારા તેની સુંદરતા દુનિયાને બતાવી હતી.
પુસ્તકમાં રામ ગોપાલ વર્માએ વધુમાં લખ્યું છે કે 'રંગીલા' બનાવવાનો તેમનો ઉદ્દેશ્ય ઉર્મિલા માતોંડકરની સુંદરતાને કેપ્ચર કરવાનો હતો. જ્યારે તેમણે કેમેરા દ્વારા ઉર્મિલાને જોઈ ત્યારે તેમને લાગ્યું કે તેના કરતાં વધુ સિનેમેટિક ક્યારેય કંઈ પણ જોયું નથી. રામ ગોપાલ વર્માએ પુસ્તકમાં લખ્યું છે કે તેમની સમસ્યા એ હતી કે તેઓ ઉર્મિલા માતોંડકરના જીવનમાં સામાન્ય માણસ બની ને રહેવા માંગતા ન હતા.
ઉર્મિલાને 13 ફિલ્મોમાં કરી સાઈન
રામ ગોપાલ વર્મા ઉર્મિલા માતોંડકરથી એ હદે ફિદા હતા કે 'રંગીલા' પછી તેમણે તેમની 13 ફિલ્મોમાં અભિનેત્રીને સાઈન કરી હતી. તેલુગુથી હિન્દીમાં ઘણી ફિલ્મો બની જેમાં 'સત્યા', 'કૌન', 'દૌડ', 'મસ્ત', 'જંગલ' અને 'ભૂત' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઉર્મિલા માતોંડકર માટે રામ ગોપાલ વર્માની દીવાનગી એટલી હદે વધી ગઈ હતી કે તેમણે મુંબઈમાં પોતાની ઓફિસમાં અભિનેત્રીના નામે એક રૂમ પણ બનાવી દીધો હતો. આ રૂમની દીવાલો પર માત્ર ઉર્મિલાનાં જ ફોટો હતાં.
રામ ગોપાલ વર્મા એ વિચારીને ચાલતા હતા કે ન તો કોઈને તેમના ગાંડપણની ખબર પડે અને ન તો તેના લગ્નજીવન પર અસર પડે. પરંતુ જ્યારે વાત પત્નીના કાને પહોંચી અને તેણે રામ ગોપાલ વર્માનો રૂમ જોયો તો તેને ગુસ્સો આવ્યો. જ્યારે રામ ગોપાલ વર્માની પત્નીએ તેને ફિલ્મના સેટ પર ઉર્મિલા સાથે જોયો ત્યારે ગુસ્સાની જ્વાળાઓ ભડકી ઉઠી હતી. રામ ગોપાલ વર્માની પત્નીએ ઉર્મિલા માતોંડકરને જોતાં જ થપ્પડ મારી દીધી હતી. વિવાદ વધી ગયો અને આ વાત સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ફેલાઈ ગઈ. ઉર્મિલા માતોંડકરની કારકિર્દી પર તેની ખરાબ અસર પડી. ત્યારબાદ ઉર્મિલાને ફિલ્મો મળતી બંધ થઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે