પ્રિયંકાની સાથેસાથે તેના સાસરે પહોંચી ગઈ છે તેની મમ્મી, આ તસવીર છે પુરાવો

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે લગ્ન બાદ દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન આપ્યું. હવે આ બંને લંડન પહોંચી ગયા છે

પ્રિયંકાની સાથેસાથે તેના સાસરે પહોંચી ગઈ છે તેની મમ્મી, આ તસવીર છે પુરાવો

મુંબઈ : પ્રિયંકા ચોપરા અને નિક જોનસે લગ્ન બાદ દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન આપ્યું. હવે આ બંને લંડન પહોંચી ગયા છે. લગ્ન બાદ આ કપલે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ પ્રિયંકા અને નિક લંડનમાં ફેમિલી સાથે ડિનર કરતાં જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં પ્રિયંકા-નિકની સાથે પ્રિયંકાની માતા મધુ ચોપરા, નિકના ભાઈ જો જોનસ અને તેની ફિયોન્સે સોફી ટર્નર જોવા મળે છે. નિકનો નાનો ભાઈ ફ્રેંકી પણ ડિનરમાં સામેલ થયો હતો.

સમાચાર મળ્યા છે કે નિક અને પ્રિયંકા હવે લોસ એન્જલસમાં રિસેપ્શન પાર્ટી આપવાની તૈયારી કરી રહ્યા છે. આ રિસેપ્શન પાર્ટીમાં હોલિવૂડના મોટા એક્ટર્સ સામેલ થવાની શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકાની ટીમ માલેબુની આસપાસ જગ્યા શોધી રહી છે અને ટૂંક સમયમાં જ રિસેપ્શનનું વેન્યૂ નક્કી કરી દેવામાં આવશે. આ બ્લેક ટાઈ ઈવેન્ટ હશે. આ પાર્ટીમાં કેરી વોશિંગટન, ડ્વેન જોનસન અને મેગન માર્કલ જેવી હસ્તીઓ સામેલ થવાની શક્યતા છે. આ પાર્ટીમાં પ્રિયંકાના ફ્રેંડ્સ ઉપરાંત મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી નિકના ફ્રેંડ્સ પણ સામેલ થશે. પાર્ટીમાં પરણીતિ ચોપરા પણ હાજરી આપે તેવી શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા તેમજ નિક સ્વિત્ઝરલેન્ડમાં હનીમૂન માટે જશે.

બોલિવૂડના નવદંપતિ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે 20 ડિસેમ્બરે મુંબઈમાં બોલિવૂડ માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યુ હતું. નિક અને પ્રિયંકાનું મુંબઈમાં આ બીજું રિસેપ્શન હતું. આ પાર્ટીનું આયોજન મુંબઈની હોટલ લેન્ડ્સ એન્ડમાં કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના સ્ટાર્સ પહોંચ્યા હતા. આ પાર્ટીમાં પ્રિયંકા અને નિક કોકટેલ લુકમાં જોવા મળ્યા હતા. આ પહેલાં 19 ડિસેમ્બર પ્રિયંકા અને નિકે મીડિયા તેમજ પરિવારજનો માટે જેડબલ્યુ મેરિયટમાં રિસેપ્શન રાખ્યું હતું. આ પહેલાં પ્રિયંકા અને નિક દિલ્હીમાં રિસેપ્શન રાખી ચૂક્યા છે. ભારતમાં ગ્રાંડ રિસેપ્શન આપ્યા બાદ પ્રિયંકા અને નિક લંડન જવા રવાના થઈ ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news