Man Vs Wild: અક્ષય કુમારનો દિવાનો બન્યો બેયર ગ્રિલ્સ, શૂટિંગના ફોટો થયા વાયરલ
હાલમાં બેયર ગ્રિલ્સે સુપરસ્ટાર રજનીકાંતની સાથે પોતાના શોનું શૂટિંગ કર્ણાટકના Bandipur Tiger Reserve And National Parkમાં કર્યું હતું અને હવે અક્ષય કુમારના એપિસોડનું શૂટિંગ પૂરુ થઈ ચુક્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીવીના ટોપ સર્વાઇવલ શોમાંથી એક Man Vs Wildના હોસ્ટ બેયર ગ્રિલ્સ આજકાલ ભારતના જંગલોમાં સમય પસાર કરી રહ્યાં છે. તેવામાં તેની સાથે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સિતારા પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એડવેન્ચર પર ગયા બાદ હવે બ્રેયર ગ્રિલ્સ સુપરસ્ટાર રજનીકાંત અને ખેલાડી અક્ષય કુમારની સાથે પોતાના નવા એપિસોડ્સને લઈને આવી રહ્યો છે.
વાયરલ થયા અક્ષયના ફોટો
હાલમાં બેયર ગ્રિલ્સે સુપરસ્ટાર રજનીકાંતની સાથે પોતાના શોનું શૂટિંગ કર્ણાટકના Bandipur Tiger Reserve And National Parkમાં કર્યું હતું અને હવે અક્ષય કુમારના એપિસોડનું શૂટિંગ પૂરુ થઈ ચુક્યું છે. Man Vs Wildના શૂટથી અક્ષય કુમાર અને બ્રેયર ગ્રિલ્સના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
આ ફોટોમાં અક્ષય કુમારને બેયર ગ્રિલ્સને મળતા અને જંગલના સત્તાવાર લોકોની સાથે જોઈ શકાય છે. અક્ષયે ખાકી કાર્ગો પેન્ટની સાથે ઓલિવ ગ્રીન કલરનું ટી-શર્ટ પહેર્યું છે. અક્ષય કુમાર પણ રજનીકાંતની જેમ બાંદીપુર ટાઇગર રિઝર્વમાં એપિસોડનું શૂટિંગ કર્યું છે. અક્ષય અને બેયરે આ પાર્કમાં આશરે 6 કલાક સાથે પસાર કરી હતી.
બેયર ગ્રિલ્સે અક્ષય કુમારની પ્રશંસા કરતા ટ્વીટ પણ કર્યું. તેમણે કહ્યું, શું શાનદાર વ્યક્તિ છે, ફેમેલી પર્સન, ખુબ દયાળુ, મજબૂત સપના.
માનવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમાર ત્યારબાદ ગ્રિલ્સની સાથે Mullehole ના Rampur Elephant Camp ગયા હતા, જ્યાં તેમણે વધુ 3 કલાક શૂટિંગ કર્યું. માહિતી છે કે બંન્નેએ ગાઢ જંગલોમાં શૂટિંગ કર્યું, ઝાડીઓની પાસે અને ઝાડની નીચે બેઠા અને એક નદીમાં પણ ગયા હતા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે