વધુ એક સેલિબ્રિટીનું હાર્ટએટેકથી મોત, મહાભારતના 'રાવણ' બાદ ડાયરેક્ટે દુનિયાને અલવિદા કહી
ડાયરેક્ટરના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચેન્નાઈની પોરૂરની એક હોસ્પિટલમાં થોડાક સમયથી તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી. રવિવારે તેમની તબિયત વધારે કથળી હતી અને હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હતું.
Trending Photos
નવી દિલ્હી: આખરે મહાભારતના રાવણનું મોત થયા પછી હવે દિગ્ગજ ફિલ્મ નિર્દેશક સી.વી.શશિકુમાર (C.V. Sasikumar) નું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. 57 વર્ષીય શશિકુમારને હાર્ટ એટેક આવ્યો છે, પરંતુ દુર્ભાગ્યવશ તેમને બચાવી શકાયા નથી. ડાયરેક્ટરના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચેન્નાઈની પોરૂરની એક હોસ્પિટલમાં થોડાક સમયથી તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી. રવિવારે તેમની તબિયત વધારે કથળી હતી અને હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હતું.
કર્યું હતું મહાભારતનું નિર્દેશન
સીવી શશિકુમારે લોકપ્રિય ટીવી સિરિયલ મહાભારતને તમિલ ભાષામાં બનાવી હતી. તેના સિવાય તેમણે ફિલ્મ 'સેનગોટ્ટઈ' (Sengottai)નું પણ નિર્દેશન કર્યું હતું. દિગ્દર્શકના પાર્થિવ દેહને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે મદુરવોયલ સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે સોમવારે અંતિમ સંસ્કાર થશે.
ઈનપુટ- IANS
Tamil director #CVSasikumar, known for having directed the #Arjun-starrer 'Sengottai', passed away after suffering a cardiac arrest on Sunday. He was 57. pic.twitter.com/Mb9Vkb3aqp
— IANS Tweets (@ians_india) November 15, 2021
સોશિયલ મીડિયા પર ફેન્સ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે
સીવી (C.V. શશીકુમાર) ના અવસાન પછી ચાહકો અને તેમના પ્રિયજનો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. તેમને તેમની સિદ્ધિઓ માટે હંમેશા યાદ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે