Sridevi Death Anniversary : મોત પહેલાં આવી હતી શ્રીદેવીની છેલ્લી ક્ષણો, પતિ બોનીએ પોતે કર્યો હતો ખુલાસો
24 ફેબ્રુઆરી, 2018ના દિવસે બોલિવૂડની મહાન એક્ટ્રેસ શ્રીદેવીનું નિધન થઈ ગયું હતું
Trending Photos
મુંબઈ : 24 ફેબ્રુઆરી, 2018ના દિવસે બોલિવૂડની મહાન એક્ટ્રેસ શ્રીદેવીનું નિધન થઈ ગયું હતું. શ્રીદેવીનું નિધન તેના ચાહકોની સાથેસાથે પરિવાર માટે પણ ચોંકાવનારી ઘટના હતી. શ્રીદેવીના પતિ બોની કપૂર તેમજ દીકરી જાન્હવી અનેક ઇન્ટરવ્યૂ કહી ચૂક્યા છે કે તેઓ હજી પણ આઘાતમાં છે. બોની કપૂરે હાલમાં એક ઇન્ટરવ્યૂમાં શ્રીદેવીની અંતિમ ક્ષણોની માહિતી આપી હતી.
2018ના ફેબ્રુઆરી મહિનામાં શ્રીદેવીએ પોતાના પરિવાર સાથે ભાણેજ મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપી હતી. બોની કપૂરે માહિતી આપી હતી કે 24 ફેબ્રુઆરીની સવારી શ્રીદેવીએ તેને મેસેજ કર્યો હતો કે પાપા હું તમને મિસ કરી રહી છું (શ્રીદેવી બોની કપૂરને પ્રેમથી પાપા કહેતી હતી). બોનીએ પણ રિપ્લાય કર્યો હતો કે હું પણ તને મિસ કરી રહ્યો છું. આ પછી બોની કપૂરે સાડાત્રણ વાગ્યાની દુબઈની ફ્લાઇટ બુક કરી હતી કારણ કે તે શ્રીદેવીને સરપ્રાઇઝ દેવા માગતો હતો. બોની સાંજના 6:20 કલાકે શ્રીદેવીને સરપ્રાઇઝ આપવા માટે દુબઈની હોટેલ પહોંચ્યો હતો. બોની પાસે ડુપ્લિકેટ ચાવી હોવાથી તે રૂમમાં પહોંચી ગયો અને શ્રીદેવીને સરપ્રાઇઝ આપી. શ્રીદેવી પણ આ સરપ્રાઇઝથી બહુ ખુશ હતી. આ પછી બોની અને શ્રીદેવીએ અડધા કલાક સુધી વાતચીત કરી હતી.
બોનીએ આ પછી રોમેન્ટિક ડિનર પ્લાન કર્યું અને તે લિવિંગ રૂમમાં ટીવી જોવા ચાલ્યો હતો. આ પછી શ્રીદેવી બાથરૂમમાં ગઈ. આ સમયે બોની ટીવી પર ભારત અને સાઉથ આફ્રિકાનો મેચ જોઈ રહ્યો હતો. તેણે લગભગ 15થી 20 મિનિટ સુધી આ મેચ જોઈ. આખરે આઠ વાગ્યે બોનીએ શ્રીદેવીને ઝડપથી તૈયાર થવા માટે બુમ પાડી.
હકીકતમાં બોનીને ચિંતા હતી કે શનિવારે રેસ્ટોરાંમાં ભારે ભીડ હોય છે અને જો બહુ મોડું થઈ જશે તો બધા ટેબલ બુક થઈ જશે. બોનીએ બાથરૂમનો દરવાજો નોક કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો. બોનીએ જોરજોરથી બૂમો પાડી પણ કોઈ જવાબ ન મળ્યો ત્યારે તેણે દરવાજો ખોલી નાખ્યો અને એણે ચોંકાવનારું દ્રશ્ય જોયું. બોનીએ આપેલી માહિતી પ્રમાણે આખું ટબ પાણીથી ભરેલું હતું અને એમાં શ્રીદેવી આખી ડુબેલી હતી. બોનીએ શ્રીદેવીને હલાવી પણ કોઈ પ્રતિભાવ ન મળ્યો. આખરે શ્રીદેવી આ દુનિયા છોડીને ચાલી ગઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે