તૈમુર પર મમ્મી કરીનાનો ગજબનો કંટ્રોલ, ક્યારેય પુરી નથી કરતી 'આ' ઇચ્છા 

દરેક માતાને તેના બાળકોની ચિંતા સતાવતી હોય છે પણ કરીનાને તો તૈમુરની વધારે પડતી ચિંતા સતાવે છે. તેણે તૈમુર માટે કેટલાક આકરા નિયમો બનાવ્યા છે. 

તૈમુર પર મમ્મી કરીનાનો ગજબનો કંટ્રોલ, ક્યારેય પુરી નથી કરતી 'આ' ઇચ્છા 

નવી દિલ્હી : દરેક માતાને તેના બાળકોની ચિંતા સતાવતી હોય છે પણ કરીનાને તો તૈમુરની વધારે પડતી ચિંતા સતાવે છે. તેણે તૈમુર માટે કેટલાક આકરા નિયમો બનાવ્યા છે. કરીનાએ પોતે ખુલાસો કર્યો છે કે તૈમુરને બર્થ-ડે પાર્ટીમાં પણ પાર્ટી ફુડ ખાવાની છૂટ નથી. 

કરીના પોતાના દીકરા તૈમુરના ડાયેટ માટે હંમેશા હંમેશા સચેત રહે છે અને તૈમુર માત્ર ઘરનું બનેલું ભોજન જ ખાય છે. હાલમાં એક કાર્યક્રમમાં કરીના પતિ સૈફ અલી ખાન તેમજ ડાયેટિશીયન ઋજુતા દિવેકર સાથે વાત કરી રહી હતી. આ વાતચીત દરમિયાન કરીનાએ કહ્યું હતું કે ''હું હાઇપર પેરાનોઇડ છું. તૈમુરને બર્થ-ડે પાર્ટીમાં પણ ત્યાનું ભોજન લેવાની છૂટ નથી. આ ખોટું છે પણ આવું જ છે.''

તૈમુરને સૈફ ક્યારેક ચિપ્સ ખાવાની પરવાનગી આપે છે. તૈમુરના ડાયેટ વિશે કરીનાએ કહ્યું છે કે ''તૈમુર મોટાભાગે ખિચડી, ઇડલી, ઢોંસા અને ઘરનું ભોજન જ ખાય છે. હું દર મહિને તૈમુરનો ડાયેટ પ્લાન બદલી નાખું છું. તેના ડાયેટ પ્લાનમાં સિઝનલ ફળ અને શાકભાજી હોય છે. તૈમુરને પણ અલગઅલગ શાકભાજી ખાવા પસંદ છે એટલે મારું કામ સહેલું થઈ જાય છે.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news