હાઈકોર્ટમાં કંગનાની જીત, BMCએ ખોટા ઈરાદાથી તોડી ઓફિસ, મળશે વળતર
Kangana Ranaut Will Get Compensation From BMC: કંગના રનૌતની ઓફિસ તોડવાના મામલામાં બોમ્બે હાઈકોર્ટે ચુકાદો કંગનાના પક્ષમાં આપ્યો છે. હવે તેને વળતર મળશે.
Trending Photos
મુંબઈઃ કંગના રનૌતની મુંબઈ ઓફિસ તોડવા પર બોમ્બે હાઈકોર્ટે બીએમસી વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, બીએમસીએ ખરાબ નીયતથી પગાલ ભર્યા છે. હવે બીએમસીએ કંગનાને વળતર આપવું પડશે. કંગનાએ કોર્ટના ચુકાદા પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.
કોર્ટે જણાવ્યું, બીએમસીની નીયત હતી ખરાબ
સપ્ટેમ્બરમાં બીએમસીએ કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફિસમાં તોડફોડ કરી હતી. કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં બીએમસી વિરુદ્ધ અરજી કરી અને વળતરની માગ કરી હતી. હવે કોર્ટે આ મામલામાં કંગનાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે બીએમસીએ ખરાબ નીયતથી આ પગલું ભર્યું છે અને કંગનાની ઓફિસને ખરાબ ઇરાદાથી બરબાદ કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે, આ નાગરિકોના અધિકારની વિરુદ્ધ હતું.
Bombay High Court says the valuer will submit a report to the court after which it will pass an order on compensation to Kangana Ranaut. Court also asks the actor to show restrain while commenting on other people on social media and otherwise. https://t.co/Dkh3TOfyGp
— ANI (@ANI) November 27, 2020
કંગનાએ કર્યું નિર્ણયનું સ્વાગત
કંગનાને કેટલું વળતર આપવામાં આવે તે માટે કોર્ટે એક વેલ્યુઅરની નિમણૂંક કરી છે. તે નુકસાનનું અનુમાન લગાવશે અને રકમ નક્કી કરશે. કંપનીએ ટ્વીટ કરીને ચુકાદાનું સ્વાગત કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે