એક્ટ્રેસ કાજલ અગ્રવાલ બની 'બિઝનેસ વુમન', આ ઓનલાઇન ગેમિંગમાં ખરીદ્યો ભાગ
એક્ટ્રેસ કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) ફિલ્મોમાં એક્ટિંગ ઉપરાંત હવે એક અનવેસ્ટર (Investor) પણ બની ગઈ છે. લગ્ન બાદ કાજલે હાઉસ વાઇફ બનવાની જગ્યાએ બિઝનેસ વુમન બનવવાનો માર્ગ પસંદ કર્યો છે
Trending Photos
નવી દિલ્હી: એક્ટ્રેસ કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) ફિલ્મોમાં એક્ટિંગ ઉપરાંત હવે એક અનવેસ્ટર (Investor) પણ બની ગઈ છે. લગ્ન બાદ કાજલે હાઉસ વાઇફ બનવાની જગ્યાએ બિઝનેસ વુમન બનવવાનો માર્ગ પસંદ કર્યો છે. કાજલ અગ્રવાલે ઓકી ગેમિંગ (Okie Gaming) નામની કંપનીમાં 15 ટકા ભાગ ખરીદ્યો છે. ઓકી ગેમિંગ મુંબઇની એક ગેમિંગ કંપની છે.
કાજલ અગ્રવાલે તેના રોકાણ વિશે જણાવતા કહ્યું કે, ગેમિંગ ઇન્ડસ્ટ્રી ઝડપથી વધી રહી છે અને તેનો ભાગ બનવાની આ સારી તક છે. હું પોતે પણ એક ગેમર રહી છું. હું આશા કરું છું કે, મહિલા ગેમર્સને પ્રભાવિત કરી શકુ છું અને તેમના માટે નવા માર્ગ ખોલી શકુ છું. કંપની આ પૈસાનો ઉપયોગ ગેમ્સની સંખ્યા વધારવામાં ઉપયોગ કરશે, કંપનીનું લક્ષ્ય આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 50 કરોડ રૂપિયા કમાણી કરવાનો પણ છે.
શું છે Okie Gaming
તમે Smart Housie, Fantasy Cricket, Smart Number Quiz, Ludo, Cricket, Rummy અને Smart Words જેવી ગેમ્સ રમ્યા છો તો સમજી લો કે Okie Gaming પણ આ પ્રકારની એક રિયલ મની ગેમિંગ પ્લેટફોર્મ છે. હાલ તેની કોઇ એપ નથી. અત્યારે આ વેબ પર જ હાજર છે, કંપનીનું કહેવું છે કે, મિડ ડિસેમ્બર સુધી તેની એપ બજારમાં લાવશે જે iOS અને એન્ડ્રોયડ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે