Social Media પર એક Post કરવા માટે કરોડો રૂપિયા વસૂલે છે આ સેલિબ્રિટી, કોની કેટલી ફી છે જાણો

Celebs Instagram Post Fees: ટ્વીટર, ઈન્સ્ટા કે ફેસબુકમાં ઘણાં લોકો પોતાના મંતવ્યો પોતાની પોસ્ટ મુકતા હોય છે. પણ શું તમે જાણો છેકે, ફિલ્મી સિતારાઓ અને સ્પોટ્સ સ્ટાર્સ સહિતની જાહેર જીવની જાણીતી હસ્તીઓ સોશ્યિલ મીડિયા પર એક સામાન્ય પોસ્ટ મુકવા માટે લાખો-કરોડો રૂપિયાની ફી લે છે.

  • સોશ્યલ મીડિયા પર એક સામાન્ય પોસ્ટ કરવાની કરોડો રૂપિયા ફી!

  • સ્ટાર્સ ટ્વવીટર, ઈન્સ્ટા કે ફેસબુકમાં મફતમાં નથી કરતા પોસ્ટ

    સ્ટાર્સને એક સામાન્ય પોસ્ટ કરવા માટે કેમ મળે છે તગડી ફી?

Trending Photos

Social Media પર એક Post કરવા માટે કરોડો રૂપિયા વસૂલે છે આ સેલિબ્રિટી, કોની કેટલી ફી છે જાણો

મુંબઈ: બોલિવુડના સિતારાઓ ફિલ્મમાંથી તો લાખો કરોડો રૂપિયા કમાય જ છે, પરંતુ શું તમે જાણો છોકે તેઓ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી પણ કરોડો રૂપિયા કમાય છે. ફિલ્મની જેમ જ ઈન્સ્ટાગ્રામ પર પ્રમોશનલ પોસ્ટ કરીને કરોડો રૂપિયા ફી વસૂલે છે. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય છેકે એક પોસ્ટ માટે જ આટલી રકમ લે છે. કેટરિના, દીપિકા, અનુષ્કા સહિત બોલિવુડની અભિનેત્રીઓ ઈન્સ્ટાગ્રામ પરથી કમાઈ કરે છે, આવો તમને તેમની પોસ્ટની કિંમત વિશે જણાવીએ.

પ્રિયંક ચોપડા:
બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડા એવા ભારતીય સ્ટાર્સમાં સામેલ છે જે પોસ્ટ લખવા માટે કરોડો વસૂલ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપડા ઇન્સ્ટાગ્રામ પર પ્રાયોજિત પોસ્ટ લખવા માટે 2 કરોડ રૂપિયાથી વધુ લે છે. તે કોઈપણ ભારતીય તારામાં સૌથી વધુ છે. અમને જણાવી દઇએ કે પ્રિયંકાને ફોર્બ્સના મોસ્ટ રિચ ઇન્સ્ટાગ્રામરની સૂચિમાં સમાવવામાં આવી છે.

દીપિકા પાદુકોણ:
દીપિકા પાદુકોણ આજના સમયની સૌથી સફળ અભિનેત્રીમાંથી એક છે અને હાલમાં જ કાન્સમાં ભારતનો ઝંડો વધુ ઉંચો કર્યો છે તે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને લાખો રૂપિયા વસૂલે છે. રિપોર્ટ અનુસાર ગહેરાઈયાં અભિનેત્રી એક પોસ્ટ માટે 1.5 કરોડ ચાર્જ લે છે.

આલિયા ભટ્ટ:
પ્રિયંકા ચોપડાની જેમ આલિયા ભટ્ટ પણ સોશિયલ મીડિયા પર ઘણા ફોલોઅર્સ છે. આલિયાની પોસ્ટની કિંમત પણ 1 કરોડ રૂપિયા છે.

સમાંથા રૂથપ્રભુ:
જાણીતી અભિનેત્રી સમાંથાને ઈન્સ્ટાગ્રામ પર 23.9 મિલિયન લોકો ફોલો કરે છે. રિપોર્ટ્સ અનુસાર એક પ્રમોશનલ પોસ્ટ કરવા માટે બ્રાન્ડ પાસેથી 2થી 3 કરોડ રૂપિયા ચાર્જ લે છે.

કેટરિના કેફ:
ટાઈગર ઝિંદા હૈ સ્ટાર કેટરિના કેફ સોશ્યલ મીડિયા પર પોતાના બિંદાસ અંદાજ માટે જાણીતી છે, તે કથિત રીતે એક પોસ્ટ માટે લગભગ 97 લાખ રૂપિયામાં પોસ્ટ કરે છે. જણાવી દઈએ કે કેટરિના કેફ ઘણી બ્રાન્ડને પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે.

કરીના કપૂર:
કરીના કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એ જલ્દી જ આમિર ખાનની સાથે ફિલ્મ લાલ સિંહ ચડ્ઢામાં નજર આવશે. ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રીલિઝ થશે. કરીના કપુર પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવાના લાખો રૂપિયા કમાય છે.

શાહરૂખ ખાન:
બોલિવુડના કિંગ ખાનને ઈન્સ્ટાગ્રામ પર 29.8 મિલિયન લોકો ફોલો કરે છે. રિપોર્ટ્સ અનુસાર શાહરૂખ ખાન એક પોસ્ટ માટે 80 લાખથી 1 કરોડ રૂપિયા ફી વસૂલે છે.

અક્ષય કુમાર:
કોઈ સમયે સતત 6 હિટ ફિલ્મ આપનારા અભિનેતા અક્ષય કુમાર હાલ બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મ માટે સંઘર્ષ કરી રહ્યા છે. બચ્ચન પાંડેની અસફળતા બાદ હાલમાં જ રીલિઝ થયેલી તેમની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને પણ દર્શકો પસંદ નથી કરી રહ્યા. જોકે, આજે પણ સોશિયલ મીડિયા પર એક સામાન્ય પોસ્ટ કરવા માટે અક્ષયકુમાર કરોડો રૂપિયા ફી લે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news