'Lut Gaye' ઈમરાન હાશમી, ચાંદની રાતમાં આ ટોપ મોડલ પર આવ્યું દિલ

બોલીવૂડ અભિનેતા ઈમરાન હાશમીનું (Emraan Hashmi) નવું સોન્ગ 'લુટ ગયે' (Lut Gaye) આજે રિલીઝ થયું છે. સોન્ગ ખુબ જ ધમાકેદાર છે. ઇમરાન હાશમી લાંબા સમય બાદ આવા કોઈ મ્યૂઝિક વીડિયોમાં જોવા મળ્યો છે. આ સોન્ગને બોલીવૂડના પોપ્યુલર સિંગર જુબિન નૌટિયાલે ગાયું છે

'Lut Gaye' ઈમરાન હાશમી, ચાંદની રાતમાં આ ટોપ મોડલ પર આવ્યું દિલ

નવી દિલ્હી: બોલીવૂડ અભિનેતા ઈમરાન હાશમીનું (Emraan Hashmi) નવું સોન્ગ 'લુટ ગયે' (Lut Gaye) આજે રિલીઝ થયું છે. સોન્ગ ખુબ જ ધમાકેદાર છે. ઇમરાન હાશમી લાંબા સમય બાદ આવા કોઈ મ્યૂઝિક વીડિયોમાં જોવા મળ્યો છે. આ સોન્ગને બોલીવૂડના પોપ્યુલર સિંગર જુબિન નૌટિયાલે ગાયું છે. સોન્ગનું મ્યૂઝિક પણ ઘણું સારૂ છે.

રિલીઝ થયું સોન્ગ
સોન્ગને ટી-સિરીઝે રિલીઝ કર્યું છે. સોન્ગ રિલીઝ થયા બાદ એક કલાકની અંદર વાયરલ થયું છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં 4,88,909 વખત લુટ ગયે (Lut Gaye) સોન્ગ જોવામાં આવ્યું છે. સોન્ગમાં એક વેડિંગ સેટઅપ દેખાળવામાં આવ્યો છે. સોન્ગમાં લગ્નના સીન, ઝગડો, લગ્ન તૂટવા અને ત્યારબાદ ગોળીબાર પણ જોવા મળી રહ્યો છે.

જોવા મળી રહી છે આ ટોપ મોડલ
આ સોન્ગમાં ઈમરાન હાશમીની (Emraan Hashmi) સાથે લીડ રોલમાં યુક્તિ થેરજા (Yukti Thareja) જોવા મળી રહી છે. યુક્તિ થેરજા દુલ્હનના આઉટફિટમાં છે. જેના લગ્ન જબરજસ્તી થઈ રહ્યા છે. સોન્ગના અંતમાં યુક્તિ થરેજાનું બુલેટ વાગવાથી મોત થાય છે. ઈમરાન હાશમીને એક મિશન પર દેખાળવામાં આવ્યો છે. જેમાં યુક્તિ થરેજા તેની મદદ કરે છે. જોવા મળી રહ્યું છે કે, યુક્તિ લગ્ન કરવા ઇચ્છતી નથી અને તે ફેરા વચ્ચે ઈમરાન હાશમી સાથે ભાગી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news