Dadasaheb Phalke Awards 2023: 'ધ કાશ્મીર ફાઈલ્સ' સર્વશ્રેષ્ઠ ફિલ્મ, જાણો કોને મળ્યા બેસ્ટ એક્ટર અને  બેસ્ટ એક્ટ્રેસના અવોર્ડ

વર્ષ 2023 માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કારની જાહેરાત કરી દેવાઈ છે. ધ કાશ્મીર ફાઈલ્સને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. પુરસ્કાર સમારોહમાં બોલીવુડની અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો. 

Dadasaheb Phalke Awards 2023: 'ધ કાશ્મીર ફાઈલ્સ' સર્વશ્રેષ્ઠ ફિલ્મ, જાણો કોને મળ્યા બેસ્ટ એક્ટર અને  બેસ્ટ એક્ટ્રેસના અવોર્ડ

Dadasaheb Phalke Awards 2023: વર્ષ 2023 માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કારની જાહેરાત કરી દેવાઈ છે. ધ કાશ્મીર ફાઈલ્સને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. પુરસ્કાર સમારોહમાં બોલીવુડની અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો. 

અત્રે જણાવવાનું કે દાદાસાહેબ ફાળકે સિનેમાના ક્ષેત્રમાં દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે. ફિલ્મ સમારોહ નિદેશાલયે ગત રાતે વર્ષ 2023 ના વિજેતાઓની જાહેરાત કરી. દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023 સમારોહનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું. 

Dadasaheb Phalke Awards 2023: complete list of winners

સર્વશ્રેષ્ઠ ફિલ્મ - ધ કાશ્મીર ફાઈલ્સ

ફિલ્મ ઓફ ધ યર- આર આર આર

સર્વેશ્રેષ્ઠ અભિનેતા- રણબીર કપૂર (બ્રહ્માસ્ત્ર)

સર્વશ્રેષ્ઠ અભિનેત્રી- આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી)

ક્રિટિક્સ બેસ્ટ એક્ટર- વરુણ ધવન (ભેડિયા)

ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ- વિદ્યા બાલન (જલસા)

સર્વેશ્રેષ્ઠ દિગ્દર્શક- આર બાલ્કી (ચૂપ)

બેસ્ટ સિનેમેટોગ્રાફર- પીએસ વિનોદ (વિક્રમ વેધા)

મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર - ઋષભ શેટ્ટી (કંતારા)

સહાયક ભૂમિકામાં સર્વશ્રેષ્ઠ અભિનેતા - મનીષ પોલ (જુગ જુલ જીયો)

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)- સચેત ટંડન (મૈય્યા મેનુ- જર્સી)

સર્વશ્રેષ્ઠ પ્લેબેક સિંગર (ફીમેલ)- નીતિ મોહન (મેરી જાન- ગંગુબાઈ કાઠિયાવાડી)

સર્વશ્રેષ્ઠ વેબ સિરીઝ- રુદ્ર: ધ એજ ઓફ ડાર્કનેસ (હિન્દી)

મોસ્ટ વર્સેટાઈલ એક્ટર- અનુપમ ખેર (ધ કાશ્મીર ફાઈલ્સ)

શ્રેષ્ઠ ટેલિવિઝન સિરીઝ- અનુપમા

ટેલિવિઝન સિરીઝમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા- ફના (ઈશ્ક મે મરજાવા) માટે જૈન ઈમામ

વિવેક અગ્નિહોત્રી ખુશખુશાલ
આ દરમિયાન વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર જીતી લેતા તેઓ ખુશખુશાલ થઈ ગયા છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ગર્વથી જાહેરાત પણ ક રી કે તેમની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે ગઈ કાલે આયોજિત પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર જીત્યો છે. 

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 21, 2023

અત્રે જણાવવાનું કે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સિને જગતમાં ભારતના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક છે. જે કલાકારોને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકેના નામ પરથી રાખવામાં આવ્યું છે. જેમને ભારતીય સિનેમાના જનક કહેવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news