Arun Bali Passes Away: બોલિવુડના દિગ્ગજ કલાકાર અરુણ બાલીનું નિધન, ફિલ્મોમાં પિતાના રોલમાં હતા ફેમસ
Veteran actor Arun Bali dies at 79: દિગ્ગજ અભિનેતા અરુણ બાલીએ 79 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા... અરુણ બાલીએ સવારે 4.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેણે ઘણા દિગ્ગજ કલાકારો સાથે પણ કામ કર્યું હતું
Trending Photos
Arun Bali Death: બોલિવુડના દિગ્ગજ કલાકાર અરુણ બાલીનું નિધન થયું છે. 79 વર્ષની ઉંમરે તેમણે બોલિવુડ જગતને અલવિદા કર્યું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા, અને આજે સવારે 4.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ દુર્લભ પ્રકરારની Myasthenia Gravis નામની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. આ એક ઓટોઈમ્યુન બીમારી છે. જે નર્વ્સ અને મસલ્સની વચ્ચે કમ્યુનિકેશન ફેલ્યોરને કારણે થાય છે. થોડા મહિના પહેલા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
અરુણ બાલીના નિધનથી ટીવી અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અનેક સેલેબ્સ અને તેમના ફેન્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. તો ચાહકોએ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
અરુણ બાલીની ફિલ્મી સફર
અરુણ બાલીની ફિલ્મી કરિયર બહુ જ લાંબી છે. તેમણે હે રામ, 3 ઈડિયટ્સ, લાલસિંહ ચઢ્ઢા, કેદારનાખ, જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 90ના દાયકામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેના બાદ રાજુ બન ગયા જેન્ટલમેન, ફુલ ઓર અંગારે, ખલનાયક, પાનીપત જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ફેમસ ટીવી શો ‘બાબુલ કી દુઆએ લેતી જા’ માં પણ કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે