Pushpa 2: Allu Arjun ની ફિલ્મનો મેકર્સે રિલીઝ કર્યો પહેલો Video, જોઈને ફેન્સના ઉડી જશે હોશ!

Pushpa 2 Video: અલ્લુ અર્જુન (Allu Arjun) ની ફિલ્મ પુષ્પા 2નો મેકર્સે પ્રથમ વીડિયો સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યો છે. પુષ્પાઃ ધ રૂલની પ્રથમ ઝલક જોવા માટે ફેન્સ આતૂર થઈ રહ્યાં છે. 

Pushpa 2: Allu Arjun ની ફિલ્મનો મેકર્સે રિલીઝ કર્યો પહેલો Video, જોઈને ફેન્સના ઉડી જશે હોશ!

નવી દિલ્હીઃ Pushpa-The Rule First Video: સુપરસ્ટાર અલ્લૂ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna)ની ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ'એ બોક્સ ઓફિસ પર એવી ધમાલ મચાવી હતી કે બધા રેકોર્ડ્સ તૂટી ગયા હતા. હવે આ આતૂરતાને જોતા મેકર્સે 'પુષ્પાઃ ધ રૂલ'નો પ્રથમ વીડિયો સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યો છે. પુષ્પા (Pushpa Sequel)ની સીક્વલનો પ્રથમ વીડિયો રિલીઝ કર્યા બાદ તે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. 

Pushpa: The Rule નો પ્રથમ વીડિયો રિલીઝ
પુષ્પાની સીક્કવલનો પ્રથમ વીડિયો મેકર્સે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર રિલીઝ કર્યો છે. વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે, ધ હંટ બિફોર ધ રૂલ રિવીલ 7 એપ્રિલ સાંજે 4.05 કલાકે. પુષ્પા ધ રૂલના 20 સેકેન્ડના પ્રથમ વીડિયોમાં અલ્લુ અર્જૂન Allu Arjun Movie)ની ઝલક જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પુષ્પા તિરૂપતિ જેલમાંથી ફરાર થઈ ગયો છે અને તે ક્યાં છે તે 7 એપ્રિલે સાંજે 4 કલાકે ખબર પડશે. સોશિયલ મીડિયા પર પુષ્પા ટૂના આ વીડિયોએ ફેન્સનું એક્સાઇટમેન્ટ લેવલ વધારી દીધુ છે. 

The HUNT before the RULE 🪓
Reveal on April 7th at 4.05 PM 🔥#PushpaTheRule ❤️‍🔥 pic.twitter.com/oTbeLIWoyJ

— Pushpa (@PushpaMovie) April 5, 2023

Allu Arjun ના બર્થ ડે પર રિલીઝ થશે ટીઝર! 
સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun Upcoming Movie)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2નું ટીઝર રિલીઝ કરવા માટે મેકર્સે 7 એપ્રિલ પસંદ કરી છે. મહત્વનું છે કે 7 એપ્રિલે અલ્લુ અર્જુનનો જન્મદિવસ છે. તેવામાં અલ્લુ અર્જુન (Allu Arjun Birthday) ના ફેન્સ હવે પુષ્પાની ઝલક જોવા માટે સુપરસ્ટારના જન્મદિવસ સુધી રાહ જોવી પડશે. રિપોર્ટ પ્રમાણે પહેલા પુષ્પાની કહાની એક જ ફિલ્મમાં દેખાડવાની હતી પરંતુ પછી મેકર્સે બે પાર્ટમાં વિભાજીત કરી. રિપોર્ટ પ્રમાણે પુષ્પા 2નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને તે જલદી સિનેમાઘરોમાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news