આલિયાએ સાઇન કરી એસ રાજામૌલીની ફિલ્મ, આ સાઉથ સ્ટાર્સની સાથે આવશે નજર

'કલંક' અને 'બહ્માસ્ત્ર' આલિયાના ભાગે આવેલી એવી બે ફિલ્મો છે જે તેના ફેન્સના લિસ્ટમાં ટોપ પર છે. 

આલિયાએ સાઇન કરી એસ રાજામૌલીની ફિલ્મ, આ સાઉથ સ્ટાર્સની સાથે આવશે નજર

નવી દિલ્હીઃ આલિયા ભટ્ટ કોઈ શંકા વગર બોલીવુડની શાનદાર અભિનેત્રી છે જેણે ખુબ ઓછા સમયમાં પોતાના નામે ઘણી શાનદાર ફિલ્મો કરી લીધી છે. આલિયા આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. આલિયાની બે મોટા બજેટની ફિલ્મ રિલીઝ થવાની છે. 'કલંક' અને 'બ્રહ્માસ્ત્ર' આલિયાના ભાગે આવેલી આવી બે ફિલ્મો છે જે તેના ફેન્સના લિસ્ટમાં ટોપ પર છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શાનદાર કામ કર્યા બાદ હવે આલિયાના હાથે હવે સાઉથના હિટ ડાયરેક્ટર એસ રાજામૌલીની ફિલ્મ પણ લાગી ગઈ છે. 

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વાતને સમર્થન આપતા ફિલ્મનું નામ અને પોસ્ટર શેર કર્યું છે. 

— taran adarsh (@taran_adarsh) March 14, 2019

ડાયરેક્ટર એમ રાજામૌલીની ફિલ્મ RRRમાં આલિયાની સાથે સાઉથના સુપરસ્ટાર જૂનિયર એનટીઆર અને રામચરણ જોવા મળશે. આ ત્રણેય સિવાય આ ફિલ્મમાં બોલીવુડના એક્શન સ્ટાર અજય દેવગન પણ ખાસ રોલ પ્લે કરશે. 

— taran adarsh (@taran_adarsh) March 14, 2019

મહત્વનું છે કે ફિલ્મની સ્ટોરી ભારતના મહાન સ્વતંત્રતા સેનાનીઓની જિંદગી પર બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્માણ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ સિવાય અન્ય ભારતીય ભાષામાં કરમવામાં આવશે. ફિલ્મ આવતા વર્ષે 2020માં 30 જુલાઈએ રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news