Aamir Khan ને ડ્રીમ પ્રોજેક્ટ 'Mahabharat' કરવાનો કરી દીધો ઇનકાર, જાણો શું છે કારણ

છેલ્લા કેટલાક વર્ષોથી સતત આવી રહેલા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) ''મહાભારત'' પર આધારિત ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ત્યારબાદ ખબર સામે આવી કે આ ફિલ્મ સિરીઝ તરીકે બનાવવામાં આવશે અને ઓટીટી પ્લેટફોર્મ પર કેટલાક ભાગમાં રિલીઝ કરવામાં આવશે. પરંતુ હવે આમિર ખાને પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ''મહાભારત''ને (Mahabharat) કરવાનો ઇનકાર કરી દીધો છે.
Aamir Khan ને ડ્રીમ પ્રોજેક્ટ 'Mahabharat' કરવાનો કરી દીધો ઇનકાર, જાણો શું છે કારણ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી સતત આવી રહેલા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) ''મહાભારત'' પર આધારિત ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ત્યારબાદ ખબર સામે આવી કે આ ફિલ્મ સિરીઝ તરીકે બનાવવામાં આવશે અને ઓટીટી પ્લેટફોર્મ પર કેટલાક ભાગમાં રિલીઝ કરવામાં આવશે. પરંતુ હવે આમિર ખાને પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ''મહાભારત''ને (Mahabharat) કરવાનો ઇનકાર કરી દીધો છે.

સ્પોટબોયના સમાચાર અનુસાર, આમિર ખાનના (Aamir Khan) 'મહાભારત' પ્રોજેક્ટ શાંત પડી ગયો છે. પોર્ટલ સાથે વાત કરતાં અભિનેતા સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે, સારા અને ખરાબને જોતા આમિર ખાને 'મહાભારત' (Mahabharat) નહીં બનાવવાનો નિર્ણય લીધો છે. તે કોઈપણ માટે બિનજરૂરી વિવાદાસ્પદ હોઈ શકે છે. વધુ મહત્વની વાત એ છે કે, તેમણે આ પ્રોજેક્ટ બનાવવાની યોજના જે સ્કેલ પર કરી હતી તે વ્યાવસાયિક ધોરણે એટલું વ્યવહારિક નહોતી. તેમ જ 'મહાભારત' (Mahabharat) માટે તેમના કિંમતી સમયના પાંચ વર્ષોને અલગ રાખવાનો અર્થ છે કે તેના હાથમાંથી ઓછામાં ઓછી ત્રણ ફીચર ફિલ્મો ગુમાવવી. તેથી 'મહાભારત' બનાવશે નહીં.

સૂત્રોએ વધુમાં કહ્યું કે, આમિર પોતાના જીવનના બે વર્ષ વેબ સિરીઝ માટે સમર્પિત કરી શકે નહીં. તે ઇચ્છે છે કે કોઈ મોટો ડાયરેક્ટર સ્ટાર- સ્ટડેડ ફીચર ફિલ્મમાં તેમની ઉપસ્થિતિની જાહેરાત કરે. તેમણે કહ્યું- આ પ્રોજેક્ટને લઇને ઘણા પ્રકારના વિવાદ હતા. કટ્ટરપંથી ગ્રૂપોએ 'મહાભારત' બનાવવા માટે આમિરના રાઈટ્સને પડકાર આપ્યો છે. આમિરને લાગે છે કે, 'મહાભારત' બનાવવા અત્યારે સમય નથી.

આમિર ખાન આ દિવસોમાં અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ડાને લઇને ચર્ચામાં છે. અદ્વૈત ચંદનના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) લીડ રોલમાં જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news