Tata Technologies IPO : 2 દાયકા બાદ આવી રહ્યો છે ટાટા ગ્રુપનો આઈપીઓ, જાણો ડેટ, પ્રાઇઝ અને GMP સહિત અન્ય વિગત

Tata Technologies IPO : એક્સપર્ટ અનુસાર ઓગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બરના મધ્ય સુધી ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ ખુલી શકે છે. આઈપીઓમાં શેરની કિંમત આશરે 268 રૂપિયા રહેવાનું અનુમાન છે. આ શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 100 રૂપિયા પર ચાલી રહ્યું છે. 
 

Tata Technologies IPO : 2 દાયકા બાદ આવી રહ્યો છે ટાટા ગ્રુપનો આઈપીઓ, જાણો ડેટ, પ્રાઇઝ અને  GMP સહિત અન્ય વિગત

નવી દિલ્હીઃ આશરે બે દાયકા બાદ ટાટા ગ્રુપ (Tata Group)નો કોઈ આઈપીઓ આવી રહ્યો છે. આ ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ (Tata Technologies IPO) છે. ટાટા ગ્રુપને સેબી પાસેથી આ આઈપીઓ લોન્ચ કરવા માટે એનઓડી મળી ગઈ છે. પરંતુ હજુ સુધી કંપનીએ પ્રાઇઝ બેન્ડની જાહેરાત કરી નથી. માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે આઈપીઓના શેરની કિંમત 268 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી શકે છે. અનલિસ્ટેડ માર્કેટમાં કંપનીના સ્ટોકે ડેબ્યૂ કરી લીધુ છે. ગ્રે માર્કેટમાં શનિવારે ટાટા ટેક્નોલોજીના શેર 100 રૂપિયાના પ્રીમિયમ (Tata Technologies GMP) મળી રહ્યાં હતા. 

ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ
ટાટા ગ્રુપે હજુ સુધી ટાટા ટેક્નોલોજી આઈપીએની તારીખ અને પ્રાઇઝ બેન્ડની જાહેરાત કરી નથી. પરંતુ આ શેર અનલિસ્ટેડ માર્કેટમાં ઉપલબ્ધ છે. બજાર જાણકારો અનુસાર ટાટા ટેક્નોલોજીના શેર શનિવારે ગ્રે માર્કેટમાં 100 રૂપિયાના પ્રીમિયમ પર ચાલી રહ્યાં હતા. તે પાછલા વીકેન્ડમાં 84 રૂપિયા હતો. તેનો મતલબ છે કે ગ્રે માર્કેટ ટાટા ટેક્નોલોજીના આઈપીઓ પર બુલિશ છે. 

શું રહી શકે છે આઈપીઓની કિંમત
બોનાન્ઝા પોર્ટફોલિયોના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ રાજેશ સિન્હા જણાવે છે કે ટાટા ટેક્નોલોજીઝે 3983 કરોડનું ટીટીએમ રેવેન્યૂ અને 513 કરોડ રૂપિયાનું ટીટીએમ નેટ પ્રોફિટ મેળવ્યો છે. આ રીતે ટીટીએમ ઈપીએસ 12.65 રૂપિયા રહ્યો. અમે ટાટા ટેક્નોલોજીની તુલના Cyient થી કરી શકીએ. આ સેમ બિઝનેસમાં છે અને ટીટીએમ રેવેન્યૂ 6016 કરોડ છે. સાઇએન્ટ 46.52 રૂપિયાના  23.5x TTM EPS પર ટ્રેડ કરી રહ્યો છે. અમે ટાટા ટેક્નોલોજીની વેલ્યૂ 10 ટકા ડિસ્કાઉન્ટ પર કરી છે. તેનાથી ટાટા ટેક્નોલોજીના શેરની કિંમત 268 રૂપિયા નિકળે છે. આ રીતે ટાટા ટેક્નોલોજીનું માર્કેટ કેપ 10852 કરોડ રૂપિયાનું રહી શકે છે.  

ક્યારે ખુલશે આઈપીઓ
એક રિપોર્ટ અનુસાર પ્રોફિટમાર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ અવનિશ ગોરક્ષકરે જણાવ્યું- પહેલા તો ટાટા ટેક્નોલોજીના આઈપીઓની વિગતની રાહ જોવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં એકથી દોઢ મહિનાનો સમય લાગશે. તેવામાં ઓગસ્ટના અંત કે સપ્ટેમ્બરના મધ્યમાં ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ ખુલી શકે છે. ટાટા ટેક્નોલોજીએ 9 માર્ચ 2023ના આઈપીઓ માટે સેબીમાં અરજી કરી હતી. કંપનીની યોજના આઈપીઓમાં 9.571 કરોડ શેર વેચવાની છે. આ તેના પેડ-અપ શેર કેપિટલના 23.6 ટકા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news