આ મલ્ટિબેગર સ્ટોકથી રોકાણકારો થઈ ગયા માલામાલ, 1 લાખના થઈ ગયા 2 કરોડ 46 લાખ

આ શેરે તેના રોકાણકારોને લાંબાગાળામાં બ્લોકબ્લાસ્ટર વળતર આપ્યું છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 21 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો કે, છેલ્લા 6 મહિનામાં તેમાં 8 ટકા અને છેલ્લા 1 વર્ષમાં 52 ટકા ઘટાડો થયો છે.

આ મલ્ટિબેગર સ્ટોકથી રોકાણકારો થઈ ગયા માલામાલ, 1 લાખના થઈ ગયા 2 કરોડ 46 લાખ

નવી દિલ્હીઃ ઓગસ્ટ 2013માં કંપનીના એક શેરની કિંમત માત્ર 2 રૂપિયોને 75 પૈસા હતી જે આજે વધીને 678 રૂપિયાને 20 પૈસા થઈ ગયો. આ સમયગાળા દરમિયાન રોકાણકારોના નાણાંમાં 246 ગણો વધારો થયો છે. જો તમે 10 વર્ષ પહેલા સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તમારા રૂપિયા વધીને 2 કરોડ 46 લાખ થઈ ગયા હોત. 

જો તમે મલ્ટિબેગર સ્ટોક શોધી રહ્યા છો તો તમે હૈદરાબાદ સ્થિત ફર્મ તનલા પ્લેટફોર્મના શેર પર નજર રાખી શકો છો. આ શેરે છેલ્લા 10 વર્ષમાં 24 હાજાર 561 ટકાનું બ્લોકબસ્ટર વળતર આપ્યું છે. તન્લા પ્લેટફોર્મ કોમ્પ્યુટર સોફ્ટવેર વિકસાવે છે. ગયા શુક્રવારે કંપનીના શેરમાં 0.41 ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો અને શેર NSE પર રૂપિયા 678.20 પર બંધ થયો હતો. આ કંપનીનો માર્કેટ કેપ 9049 કરોજ રૂપિયા છે. શેરની 52 અઠવાડિયાની ઊંચી સપાટી 1,510 રૂપિયા છે જ્યારે 52 અઠવાડિયાની નીચી સપાટી 493 રૂપિયા છે.

શેરનું પ્રદર્શન-
આ શેરે તેના રોકાણકારોને લાંબાગાળામાં બ્લોકબ્લાસ્ટર વળતર આપ્યું છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 21 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો કે, છેલ્લા 6 મહિનામાં તેમાં 8 ટકા અને છેલ્લા 1 વર્ષમાં 52 ટકા ઘટાડો થયો છે. લાંબાગાળાના સંદર્ભમાં આ શેરે તેના રોકાણકારોને ઉત્તમ નફો આપ્યો છે. છેલ્લા 5 વર્ષમાં તેમાં 1,871 ટકાનો વધારો થયો છે. તે જ સમયે છેલ્લા 10 વર્ષમાં 24561 ટકાનું અવિશ્વસનીય વળતર આપ્યું છે. 

1 લાખ 2 કરોડ 46 લાખ રૂપિયા થઈ ગયા-
ઓગસ્ટ 2013માં કંપનીના એક શેરની કિંમત માત્ર 2.75 રૂપિયા હતી. જે આજે વધીને 678.20 રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયા રોકાણકારોના નાણામાં 246 ગણો વધારો થયો છે. મતલબ કે જેતમે 10 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા રોક્યા હોય તો આજે તામારા રૂપિયા વધીને 2.46 કરોજ થઈ ગયા હોત.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news