SBI ની ગ્રાહકો માટે મોટી ભેટ, ડિજિટલ ફેર માટે લોન્ચ કર્યું આ ધાંસૂ કાર્ડ
SBI New Card: એસબીઆઇ (SBI) ના પ્રમુખ દિનેશ કુમાર ખારાએ કહ્યું કે આ કાર્ડ રાષ્ટ્રીય વિઝન સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ મુસાફરીના અનુભવને બદલવામાં મદદ કરશે.
Trending Photos
Digital Fare Payments: Nation First Transit Card: જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ 'નેશન ફર્સ્ટ ટ્રાન્ઝિટ કાર્ડ' (Nation First Transit Card) લોન્ચ કર્યું છે. આ કાર્ડ ગ્રાહકને ઘણી સુવિધા આપે છે. આની મદદથી તમે એક જ માધ્યમથી મેટ્રો, બસ અને પાર્કિંગ વગેરે માટે સરળ ડિજિટલ ટિકિટિંગ પેમેન્ટ કરી શકો છો. કાર્ડ રજૂ કરવા પર, SBIએ કહ્યું કે ગ્રાહકો માટે બેંકિંગ અને રોજિંદા જીવનને સરળ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભારતીય પાસપોર્ટની આ છે તાકાત : દુનિયાના આ 57 દેશોમાં વિઝા ફ્રી મળે છે એન્ટ્રી
ગૂગલ મેપ્સે કરાવ્યા છૂટાછેડા! પ્રેમી સાથે રોમાન્સ કરતી પત્નીની તસવીરો કરી દીધી જાહેર
આ દેશોમાં કમાવવા જશો તો ભીખારી થઈને રિટર્ન આવશો, વિદેશ જતાં પહેલાં 1000 વાર વિચારજો
અપડાઉનના અનુભવને બદલવામાં મદદગાર
નેશન ફર્સ્ટ ટ્રાન્ઝિટ કાર્ડ RuPay અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) ટેક્નોલોજી પર કામ કરે છે. SBIના પ્રમુખ દિનેશ કુમાર ખરાએ કહ્યું કે આ કાર્ડ રાષ્ટ્રીય વિઝન સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ મુસાફરીના અનુભવને બદલવામાં મદદ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, અમે એક કાર્ડ રજૂ કરવામાં ગર્વ અનુભવીએ છીએ જે ગ્રાહકો માટે જીવન સરળ બનાવે છે એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રના વિકાસમાં પણ યોગદાન આપે છે.
પૈસાના અભાવે હોટલોમાં લોકોના પડખાં ગરમ કરતી હતી આ હિરોઈન, AIDS થી થયું હતું મોત
સિંગરની પત્ની કપડાં વિના ઘરની બહાર નીકળી, પ્રાઈવેટ પાર્ટને ઓશીકા વડે છુપાવ્યો અને...
અત્યાર સુધી આ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા
SBI એ જણાવ્યું કે MMRC મેટ્રો લાઇન 3 અને આગ્રા મેટ્રોમાં NCMC આધારિત ટિકિટિંગ સોલ્યુશન પણ લાગુ કરવામાં આવી રહ્યું છે. તે ટૂંક સમયમાં લોકો માટે ઉપલબ્ધ થશે. SBIએ 2019 માં NCMC પ્રોગ્રામમાં ટ્રાન્ઝિટ ઓપરેટરો સાથે પ્રવેશ કર્યો. ત્યારબાદ SBIએ 'સિટી1 કાર્ડ', 'નાગપુર મેટ્રો MHA કાર્ડ', 'મુંબઈ1 કાર્ડ', 'ગોસ્માર્ટ કાર્ડ' અને 'સિંગારા ચેન્નાઈ કાર્ડ' લોન્ચ કર્યા.
દુનિયાભરના ટોપના નેતાઓની ગાડીઓ કેમ હોય છે કાળી? તેની પાછળનું કારણ છે એકદમ ખાસ
Joe Biden Car: અભેદ કિલા જેવી છે બાઇડેનની કાર, કીંમત અને ફીચર્સ સાંભળીને ઉડી જશે હોશ
તમને જણાવી દઈએ કે SBI દેશની સૌથી મોટી મોર્ગેજ લોન આપનારી બેંક છે. બેંકનો હોમ લોન પોર્ટફોલિયો વધીને રૂ. 6.53 લાખ કરોડથી વધુ થઈ ગયો છે. જૂન 2023 સુધીમાં, બેંકનો થાપણ આધાર 45.31 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. હોમ લોન અને ઓટો લોનમાં SBIનો બજાર હિસ્સો અનુક્રમે 33.4% અને 19.5% છે.
મોદી સરકાર બજાર કરતાં સસ્તામાં વેચશે સોનું, આ સ્ટેપથી 4 કિલો સુધી ખરીદી શકશો
પાર્ટનરની ખુશી માટે પાર કરી દે છે તમામ હદો, કામુકતાના મામલે આપે છે માત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે