ગ્રે માર્કેટમાં તોફાન મચાવી રહ્યો છે આ IPO, 500 રૂપિયાને પાર લિસ્ટિંગના સંકેત
એનર્જી સેક્ટરની કંપની ઋષભ ઈન્સ્ટ્રૂમેન્ટનો આઈપીઓ શુક્રવારે બંધ થયો હતો. હવે તેમાં બોલી લગાવનાર ઈન્વેસ્ટરો એલોટમેન્ટની રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે કંપનીના શેર ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે.
Trending Photos
Rishabh Instruments IPO: એનર્જી સેક્ટર સાથે જોડાયેલી કંપની ઋષભ ઈન્સ્ટ્રૂમેન્ટના આઈપીઓ પર દાંવ લગાવનાર ઈન્વેસ્ટરો હવે એલોટમેન્ટની રાહ જોઈ રહ્યાં છે. ગ્રે માર્કેટમાં આ આઈપીઓને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. તેવામાં આશા કરવામાં આવી રહી છે કે શેરનું લિસ્ટિંગ 500 રૂપિયાને પાર થઈ શકે છે. આવો આઈપીઓની વિગત જાણીએ...
ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ
ટોપશેર બ્રોકર્સની વેબસાઇટ પ્રમાણે ઋષભ ઈન્સ્ટ્રૂમેન્ટનો આઈપીઓ ગ્રે માર્કેટમાં 85 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યો છે. તો આઈપીઓની ઈશ્યૂ પ્રાઇઝ 418થી 441 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ પ્રમાણે જુઓ તો શેરનું લિસ્ટિંગ 526 રૂપિયા (526+85) પર થઈ શકે છે. આ આશરે 15 ટકા પ્રીમિયમ છે.
મળ્યો જોરદાર પ્રતિસાદ
ઋષભ ઈન્સ્ટ્રૂમેન્ટના આઈપીઓના ઈશ્યૂના છેલ્લા દિવસે શુક્રવારે 31.65 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ આંકડા પ્રમાણે આઈપીઓ હેઠળ 24,65,71,162 શેર માટે બોલીઓ મળી, જ્યારે રજૂઆત 77,90,202 શેરની છે. બિન-સંસ્થાગત ઈન્વેસ્ટરોના ક્વોટામાં 31.29 ગણું જ્યારે રિટેલ ઈન્વેસ્ટરોના ક્વોડાને 8.44 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. જ્યારે ક્યૂઆઈબી શ્રેણીમાં 72.54 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે.
આઈપીઓ હેઠળ 75 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર જારી કરવામાં આવ્યા છે. આ સિવાય વર્તમાન સમહૂના શેરધારકો અને વર્તમાન ઈન્વેસ્ટરો તરફથી 94.3 લાખ સુધીના ઈક્વિટી શેર વેચાણ (ઓએફએસ) માટે રાખવામાં આવ્યા છે. કંપનીએ મંગળવારે એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 147.23 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે