Reliance Jio યૂજર્સની સંખ્યા વધી, ઓગસ્ટમાં જોડાયા 84 લાખ નવા યૂઝર્સ
TRAI ના રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે Jio ની પ્રતિદ્વંદી કંપની Airtel ઓગસ્ટ મહિનામાં ખૂબ નુકસાન થયું કારણ કે 5 લાખ Airtel યૂજર્સ કંપનીને છોડીને હવે Jio ના ગ્રાહક બની ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: ટેલિકોમ સેક્ટરમાં પગ મુક્યા બાદ Reliance Jio આજે યૂજર્સમાં સૌથી લોકપ્રિય નેટવર્ક કંપની બની ગઇ છે. તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે અવાર નવાર કંપની સાથે નવા ગ્રાહકો જોડાઇ રહ્યા છે અને નવા ગ્રાહકોને જોડવાના મામલે Reliance Jio એ પોતાની સ્પર્ધામાં કંપનીઓ Airtel, Voda Idea ને પછાડી દીધી છે. કંપની સાથે જોડાયેલા નવા ગ્રાહકોના લીધે અન્ય ટેલિકોમ ઓપરેટર્સને ખૂબ નુકસાન વેઠવું પડી રહ્યું છે, કારણ કે તેમના યૂઝર્સ ધીરે ધીરે Jio તરફ વળી રહ્યા છે.
TRAI ના રિપોર્ટ અનુસાર Reliance Jio થી ઓગસ્ટ મહીનામાં 84 લાખ નવા યૂઝર્સ જોડાયા છે અને કંપની સબ્સક્રાઇબર બેસ હવે 438 મિલિયન પહોંચી ગયા છે. એટલે કે પોતાના સ્પર્ધકોની તુલનામાં Jio નો ગ્રોથ 2.49% વધ્યો છે. જ્યારે અન્ય ટેલિકોમ ઓપરેટર્સને આ મામલે ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે.
TRAI ના રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે Jio ની પ્રતિદ્વંદી કંપની Airtel ઓગસ્ટ મહિનામાં ખૂબ નુકસાન થયું કારણ કે 5 લાખ Airtel યૂજર્સ કંપનીને છોડીને હવે Jio ના ગ્રાહક બની ગયા છે. ત્યારબાદ હવે Airtel નો સબ્સક્રાઇબર બેસ 327 મિલિયન પર પર પહોંચી ગયો છે. આ ઉપરાંત Voda Idea એ પણ 4.9 મિલિયન ગ્રાહકોને ઓગસ્ટ મહિનામાં કંપનીનો સાથ છોડી દીધો છે. તો બીજી તરફ સરકારી ટેલીકોમ કંપની BSNL ના 2 લાખ યૂઝર્સે ઓગસ્ટમાં કંપનીનો સાથે છોડી દીધો ત્યારબાદ BSNL ને કુલ સબ્સક્રાઇબર બેસ 11.62 કરોડ થઇ ગયો છે.
તમને જણાવી દઇએ કે Reliance એ પોતાની બ્રોડબેંડ સર્વિસને ધીમે ધીમે ઘણા વિસ્તારોમાં રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં આ સર્વિસ દેશભરમાં ઉપલબ્ધતા થઇ જશે. તો બીજી તરફ JioFiber માટે ખુશખબરી છે કે તેમને આગામી મહિનાનું બિલ ચૂકવવું નહી પડે, કારણ કે કંપની Reliance Jio ઇંટિગ્રેટેડ બિલિંગ સિસ્ટમ પર કામ કરી રહી છે. આ સિસ્ટમમાં કંપની પોતાની અલગ-અલગ બિલની સુવિધા રજૂ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે