બુલેટ ટ્રેનની જેમ ભાગી રહ્યો છે રેલવેનો આ શેર, 1 લાખના બની ગયા 16 લાખ રૂપિયા, સરકારના નિર્ણય બાદ તેજી
Titagarh Rail Systems Shares: શેર બજારમાં એવી ઘણી કંપની છે જેણે પોતાના ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આવી એક કંપની ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ છે. જેણે પોતાના રોકાણકારોને લાખોપતિ બનાવી દીધા છે.
Trending Photos
Titagarh Rail Systems Shares: છેલ્લા કેટલાક વર્ષમાં રેલવે સાથે જોડાયેલી કંપની ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડના સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. હજુ પણ આ શેરમાં તેજી જોવા મળી રહી છે. પાછલા શુક્રવારે કારોબારમાં શેર પોતાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો. ટ્રેડિંગ દરમિયાન બીએસઈ પર શેરની કિંમત 3.6 ટકા ઉછળી 827.95 રૂપિયા પર પહોંચ્યો હતો. છેલ્લા પાંચ કારોબારી સત્રમાં શેરમાં 21 ટકાની તેજી આવી છે.
ત્રણ વર્ષનું રિટર્ન
તમને જણાવી દઈએ કે રેલવે વેગન નિર્માતા ટીટાગઢ રેલવે સિસ્ટમ્સ લિમિટેડના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને 1600 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. ત્રણ વર્ષ પહેલા કંપનીના શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યૂ 16 લાખ રૂપિયા હોત. શેરમાં વર્ષના આધાર પર જોવામાં આવે તો 258 ટકાનો વધારો થયો છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં 421 ટકા જેટલો વધારો થયો છે.
કંપનીના કારોબારમાં વધારો
બજાર નિષ્ણાંત અનુસાર કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લગભગ 32000 કરોડ રૂપિયાની વિસ્તાર પરિયોજનાઓને મંજૂરી અપાયા બાદ મોટા ભાગના રેલવે શેરમાં તેજી આવી રહી છે. આ પહેલા જૂનમાં ટીટાગઢ રેલ સિસ્ટમ્સને સુરત મેટ્રો રેલ-તબક્કો-1 પરિયોજના-1 માટે 72 માનક ગેજ કારોની ડિઝાઇન, નિર્માણ, સપ્લાય, પરીક્ષણ, કમીશનિંગ અને તાલીમ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી 857 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો.
એન્ટીક સ્ટોક બ્રોકિંગના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ટીટાગઢ રેલ સિસ્ટમ્સે એક મેન્યુફેક્ચરિંગ સેટઅપ બનાવ્યું છે. આગામી પાંચ વર્ષમાં તેનો કારોબાર 9-10 હજાર કરોડ રૂપિયાથી વધવાની ક્ષમતા છે.
પ્રોફિટમાં કંપની
કંપનીએ આ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં 61.77 કરોડનો નફો કર્યો હતો. પાછલા નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં 6.46 લાખની ખોટ જોવા મળી હતી. એપ્રિલ-જૂના સમયગાળામાં કુલ આવક ડબલ થઈ 914.64 કરોડ રૂપિયા થઈ ગઈ, જે એક વર્ષ પહેલાના સમાન ગાળામાં 440.78 કરોડ રૂપિયા હતી.
દિગ્ગજ ઈન્વેસ્ટરનો દાવ
જુલાઈ 2023 સુધી આકાસ ભૈંસાલીની પાસે કંપનીમાં 1.02 ટકા ભાગીદારી છે. શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે કંપનીની 44.97 ટકા હોલ્ડિંગ પ્રમોટર્સ અને પ્રમોટર્સ સમૂહની પાસે છે અને 55.03 ટકા પબ્લિકની પાસે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે