દેશમાં બદલાશે નોકરી કરવાની રીત, Work from Home પર આવશે કાયદો
હવે સરકાર New Industrial Relations Code બનાવી વર્ક ફ્રોમ હોમને દેશના વર્ક કલ્ચરનો પરમિનેન્ટ ભાગ બનાવવા જઈ રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણ દરમિયાન દેશે વર્ક ફ્રોમ હોમ (Work from Home)ના રૂપમાં એક નવી કાર્ય સંસ્કૃતિ જોવા મળી હતી. આ વર્ક ફ્રોમથી રસ્તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળ્યો તો પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે. હવે સરકાર New Industrial Relations Code બનાવી વર્ક ફ્રોમ હોમને દેશના વર્ક કલ્ચરનો પરમિનેન્ટ ભાગ બનાવવા જઈ રહી છે.
શ્રમ મંત્રાલયે જાહેર કર્યો કાયદાનો ડ્રાફ્ટ
કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રાલય (Labour Ministry)એ Work from Homeને સ્થાયી કરવા માટે ડ્રાફ્ટ બનાવ્યો છે. આ ડ્રાફ્ટ અનુસાર માઇનિંગ, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા લોકોને આ સુવિધાનો લાભ આપવામાં આવશે. તે કંપનીઓમાં વર્ક ફ્રોમ માટે એપ્લાઇ કરી ઘરેથી કામકાજ કરી શકશે.
આ એપ્રિલથી લાગૂ થઈ શકે છે ડ્રાફ્ટ
ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે Work from homeનો ડ્રાફ્ટ આ વર્ષે એપ્રિલથી લાગૂ થઈ શકે છે. ડ્રાફ્ટ હેઠળ કર્મચારીઓને ઓફિસનું કામ ઘરેથી કરવાનો વિકલ્પ મળશે.
IT સેક્ટરના કર્મીઓને ઘણી સુવિધા મળશે
ડ્રાફ્ટ લાગૂ થયા બાદ આઈટી સેક્ટરના કર્મીઓને ઘણા પ્રકારની સુવિધા મળી જશે. તેને કામના કલાકોમાં પણ ઘણા પ્રકારની છૂટ મળી શકે છે. ડ્રાફ્ટમાં આઈટી સેક્ટરમાં કામ કરના કર્મચારીઓની સુરક્ષાની પણ જોગવાઈ હશે. સર્વિસ સેક્ટરની જરૂરીયાત પ્રમાણે પ્રથમવાર અલગ મોડલ કામ કરશે.
શ્રમિકોને મળશે રેલ યાત્રાની સુવિધા
નવા ડ્રાફ્ટમાં શ્રમિકો માટે રેલ યાત્રાની સુવિધાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલા સુવિધા માત્ર ખનન ક્ષેત્રના શ્રમિકો માટે હતી. નવા ડ્રાફ્ટમાં અનુશાસન તોડવા પર સજાની પણ જોગવાઈ રાખવામાં આવી છે.
સરકારે ડ્રાફ્ટ પર લોકો પાસે માંગ્યા સૂચન
સરકારે New Industrial Relations Code ના ડ્રાફ્ટ પર કંપનીઓ, શ્રમ સંગઠનો અને સામાન્ય લોકો પાસેથી સૂચન માંગ્યા છે. કોઈપણ વ્યક્તિ 30 જાન્યુઆરી સુધી કેન્દ્રીય શ્રમ મંત્રાલયને પોતાના સૂચન મોકલી શકે છે. આ સૂચનોનું વિશ્લેષણ કર્યા બાદ સરકાર એપ્રિલથી આ કોડ લાગૂ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે