Revenue Increased: વિશ્વમાં મંદીની બુમરાણ વચ્ચે મોદી સરકારની આવકમાં ધરખમ વધારો, ભારત બનાવી રહ્યું છે નવા રેકોર્ડ
Global recession: તમારી આવક વધે કે ના વધે પણ મોદી સરકારની આવકમાં ધરખમ વધારો થયો છે. કેન્દ્ર સરકારે ૧૦ જાન્યુઆરી સુધીના જારી કરેલા આંકડા ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૨૪.૫૮ ટકા વધીને રૂ. ૧૫ લાખ કરોડ કરોડ રૂપિયા થઇ ગયું છે. આ વધારામાં પર્સનલ ઇન્કમ ટેક્સનો મુખ્ય ફાળો રહ્યો છે.
Trending Photos
Global recession: તમારી આવક વધે કે ના વધે પણ મોદી સરકારની આવકમાં ધરખમ વધારો થયો છે. કેન્દ્ર સરકારે ૧૦ જાન્યુઆરી સુધીના જારી કરેલા આંકડા ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૨૪.૫૮ ટકા વધીને રૂ. ૧૫ લાખ કરોડ કરોડ રૂપિયા થઇ ગયું છે. આ વધારામાં પર્સનલ ઇન્કમ ટેક્સનો મુખ્ય ફાળો રહ્યો છે. સરકારના આ ખુલાસા બાદ મોદી સરકાર વિકાસના ટ્રેક પર દોડી રહી હોવાનું સાબિત થઈ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦ જાન્યુઆરી સુધીમાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૨૪.૫૮ ટકા વધીને ૧૪.૭૧ લાખ આવ્યું છે. રિફન્ડ એડજસ્ટ કર્યા પછી નેટ ડાયરેક્ટ ટેકસ કલેક્શન રૂ. ૧૨.૩૧ લાખ કરોડ હતું. જે ગયા વર્ષના સમાન ગાળા કરતા ૧૯.૫૫ ટકા વધુ છે. આમ મોદી સરકારની આવકમાં સીધો વધારો નોંધાયો છે.
ગયા વર્ષે સમયગાળમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૪.૭૧ લાખ કરોડ રૂપિયા હતું. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૨૪.૫૮ ટકાનો વધારો દર્શાવે છે. કોર્પોરેટ ઇન્કમ ટેક્સ (સીઆઈટી) ક્લેક્શનમાં ૧૯.૭૨ ટકાનો વધારો થયો છે. જ્યારે પર્સનલ ઇન્કમ ટેક્સ (પીઆઇટી)માં ૩૦.૪૬ ટકાનો વધારો થયો છે.
બજેટમાં નાણાકિય વર્ષ 2022-23માં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૪.૨૦ લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ મુક્યો હતો. રિફંડ એડજેસ્ટ કર્યા પછી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૨.૩૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. રિફંડ એડજસ્ટ કર્યા પછી સીઆઇટી કલેક્શનમાં ૧૮.૩૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. પીઆઇટીમાં ૨૦.૯૭ ટકાનો વધારો થયો છે. એક એપ્રિલ, ૨૦૨૨ થી ૧૦જાન્યુઆરી, ૨૦૧૩ની વચ્ચે ૨.૪૦ લાખ કરોડ રૂપિયાનું રિફંડ ચુકવ્યું હતું. જે આ વાર્ષિક ધોરણે ૫૮.૭૪ ટકા વધારે છે. આમ મોદી સરકારને દરેક તબક્કે ફાયદો જ ફાયદો મળ્યો છે.
જુઓ લાઈવ ટીવી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે ૧૦ જાન્યુઆરી, ૨૦૧૩ સુધી ડાયરેક્ટ ટેક્સ કલેકશનના શરૂઆતના આંકડા સતત વૃદ્ધિ દર્સાવી રહ્યાં છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૯.૫૫ ટકા વધારે રહ્યું છે. નેટ ડાયરેક્ટ કલેક્શન ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં નિર્ધારિત કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના અંદાજના ૮૬.૬૮ ટકા છે. આમ વિશ્વમાં મંદીની બુમરાણ ચાલી રહી છે ત્યાં મોદી સરકાર સતત વૃદ્ધિ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે