એક નાનકડી વાળંદની દુકાનથી કરી હતી શરૂઆત, આજે છે 600 લક્સરી કારોના માલિક
Trending Photos
7 વર્ષની ઉંમરમાં તેમણે પોતાના પિતાને ગુમાવી દીધા. પિતા વાળંદનું કામ કરતા હતા. સંકટમાંથી પસાર થઇ રહેલા તેમના પરિવાર સામે પોતાની નાની દુકાન દરરોજના 5 રૂપિયા લેખે ભાડે આપવા સિવાય બીજો કોઇ રસ્તો ન હતો. 14 વર્ષની ઉંમરમાં નાઇનું કામ શરૂ કર્યું અને આજની તારીખમાં આ વ્યક્તિ અરબપતિ છે. તેમની પાસે 600 લક્સરી કારો છે. અમે વાત કરી રહ્યા છીએ બેંગલુરૂના રમેશ બાબૂની.
આ રીતે કરી હતી બિઝનેસની શરૂઆત
2004માં રમેશ બાબૂએ લક્સરી કાર ભાડે અને સેલ્ફ-ડ્રાઇવ બિઝનેસની શરૂઆત રમેશ ટુર્સ એન્ડ ટ્રાવેલના નામે કરી હતી. તેમણે પહેલાં નાના ગ્રાહકોને પોતાની સેવા આપવાનું શરૂ કર્યું પછી તેમણે E ક્લાસ મર્સિડીઝ ખરીદી. તે સમયે લક્સરી કાર ભાડે આપવાની સર્વિસ ન હતી. ત્યારથી તેમની લક્સરી કારોમાં એક પછી એક વધારો થતો ગયો અને આજે 600 લક્સરી કારો છે.
મોટા-મોટા સેલેબ્રિટીને આપે છે પોતાની સેવા
રમેશ બાબૂએ Zee Business Dare to Dream Awards માં જણાવ્યું હતું કે લગભગ બધા સેલિબ્રિટી અને જાણિતા લોકો અમારી સર્વિસનો ઉપયોગ કરે છે. તેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, આમિર ખાન વગેરે જેવા નામ પણ સામેલ છે. દિલ્હી, ચેન્નઇ અને બેંગલુરૂમાં રમેશ ટુઅર્સ એન્ડ ટ્રાવેલ્સની ત્રણ બ્રાંચ છે. તેમાં 300 લોકોને રોજગારી આપી છે જેમાંથી 190 ડ્રાઇવર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે