યુવાનોની Amazonની જબરદસ્ત ગિફ્ટ, જાહેર કરી બમ્પર ઓફર
આ ઓફરનો લાભ લેવા માટે પ્રાઇમ મેમ્બર બનવું પડશે અને એ માટે Amazon.in પર સાઇનઅપ કરવું પડશે
Trending Photos
મુંબઈ : ઇ-કોમર્સની દિગ્ગજ કંપની Amazon યુવાનો માટે ખાસ ઓફર લઈને આવી છે. આમાં 18થી 24 વર્ષના યુવાનોને અમેઝોનની વાર્ષિક પ્રાઇમ મેમ્બરશિપ લેવા પર જોઈનિંગ ફીમાં 50 ટકા કેશબેક મળશે. આ ઓફરનો લાભ લેવા માટે પ્રાઇમ મેમ્બર બનવું પડશે અને એ માટે Amazon.in પર સાઇન અપ કરવું પડશે. આ સબસ્ક્રિપ્શન માટે 999 રૂપિયા ભરવા પડશે જેમાંથી 50 ટકા કેશબેક મળશે.
અમેઝોનની આ પ્રાઇમ મેમ્બરશિપના અનેક ફાયદા છે આ મેમ્બરશિપ મળ્યા પછી ફ્રી ડિલીવરી મળે છે તેમજ Amazon.in પર લાગનારા સેલમાં પહેલાં એક્સેસ અને એન્ટ્રી મળે છે. અમેઝોન પ્રાઇમ મ્યુઝિકથી અલેક્સા પર એડ ફ્રી ગીતો ડાઉનલોડ કરવાની સુવિધા મળે છે. આ સિવાય એક્સક્લુઝિવ મુવી, ટીવી શો, સ્ટેન્ડ અપ કોમેડી, કિડ્સ શો તેમજ ઇ-બુકના ફ્રી એક્સેસ રાઇટ્સ મળે છે.
આ ખાસ ઓફરમાં 18થી 24 વર્ષના યુવાનોને www.amazon.in/prime પર વિઝીટ કરવી પડશે અને પછી youth offer બેનરથી પ્રાઇમ એન્યુઅલ મેમ્બરશીપ માટે સાઇન અપ કરવું પડશે. આ ચુકવણી તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને અમેઝોન પેથી કરી શકશો. તમારી ઉંમર જણાવવા માટે પાન કાર્ડ, રેસિડેન્શિયલ પ્રુફ અને તસવીર અપલોડ કરવી પડશે. વિગતો વેરિફાઇ થતા જ 10 દિવસની અંદર 500 રૂપિયાનું કેશબેક તમારા અમેઝોન પે એકાઉન્ટમાં આવી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે