December ના પહેલા જ દિવસે મોંઘવારીનો જબરદસ્ત ઝટકો! LPG સિલિન્ડરના ભાવમાં મસમોટો વધારો
વધતી મોંઘવારીએ સામાન્ય માણસોની કમર તોડી નાખી છે અને ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકો પર એકવાર ફરીથી મોંઘવારીનો જબરદસ્ત ફટકો પડ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: વધતી મોંઘવારીએ સામાન્ય માણસોની કમર તોડી નાખી છે અને ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકો પર એકવાર ફરીથી મોંઘવારીનો જબરદસ્ત ફટકો પડ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ આજથી ગેસના ભાવ વધાર્યા છે અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો કર્યો છે. રાહતની વાત એ છે કે આ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ એલપીજી સિલેન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી. જો કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારા બાદ રેસ્ટોરન્ટમાં ખાવાનું પીવાનું મોંઘુ થઈ શકે છે.
2100 રૂપિયાને પાર ગયો ભાવ
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાના વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોવાળા સિલિન્ડરના ભાવ 2101 રૂપિયા થયા છે. આ અગાઉ 1 નવેમ્બરના રોજ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 266 રૂપિયાનો વધારો થયો હતો અને ગેસનો ભાવ 2000.50 રૂપિયા થયો હતો.
મહાનગરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ
100 રૂપિયાના વધારા બાદ કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2177 રૂપિયા થયો છે. જ્યારે મુંબઈમાં 19 કિલોવાળું સિલિન્ડર 2051 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડર માટે 2234 રૂપિયા ચૂકવવા પડશે.
સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વધ્યા હતા ભાવ
આ અગાઉ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1 સપ્ટેમ્બરના રોજ 43 રૂપિયા અને 1 ઓક્ટોબરના રોજ 75 રૂપિયા વધી હતી.
ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ નથી વધ્યા
ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં આ વખતે કોઈ વધારો કરાયો નથી. છેલ્લે ઓક્ટોબરમાં ભાવ વધારવામાં આવ્યા હતા. દિલ્હી અને મુંબઈમાં નોન સબસિડીવાળા 14.2 કિગ્રાવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ હવે 899.50 રૂપિયા છે. ઘરેલુ ગેસની કિંમત કોલકાતામાં 926 રૂપિયા છે. જ્યારે 14 કિગ્રાવાળા સિલિન્ડરનો ચેન્નાઈમાં 915.50 રૂપિયા ભાવ છે.
આ રીતે ચેક કરો તમારા શહેરમાં શું છે કિંમતો
જો તમે તમારા શહેરમાં ગેસ સિલિન્ડરના નવા ભાવ જાણવા માંગતા હોવ તો તેની જાણકારી માટે તમે સરકારી ઓઈલ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ ચેક કરી શકો છો. આ માટે તમારે IOCL ની વેબસાઈટ (https://cx.indianoil.in/webcenter/portal/Customer/pages_productprice) પર જવાનું રહેશે. ત્યારબાદ વેબસાઈટ પર રાજ્ય, જિલ્લા, અને ડિસ્ટ્રિબ્યુટર સિલેક્ટ કરો અને પછી સર્ચ પર ક્લિક કરો. પછી ગેસ સિલિન્ડરના ભાવ તમારી સામે આવી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે