વર્ષ 2022માં છેલ્લી કમાણી કરવાની તક, આવતા સપ્તાહે ખુલશે બે કંપનીના IPO, જાણો વિગત

જે કંપનીઓના આઈપીઓ આગામી સપ્તાહે ખુલ્લી રહ્યાં છે તે કંપનીઓ કેફિન ટેક્નોલોજી (Kfin Technologies IPO) અને એલિન ઇલેક્ટ્રોનિક્સ (Elin Electronics) છે. આવો જાણીએ રોકાણકારો ક્યાં દિવસથી તેમાં રોકાણ કરી શકશે. 
 

વર્ષ 2022માં છેલ્લી કમાણી કરવાની તક, આવતા સપ્તાહે ખુલશે બે કંપનીના IPO, જાણો વિગત

નવી દિલ્હીઃ જો તમે કોઈ કંપનીના આઈપીઓમાં દાંવ લગાવી શક્યા નથી તો તમારે પરેશાન થવાની જરૂર નથી. આગામી સપ્તાહે બે નવા આઈપીઓ ખુલ્લી રહ્યાં છે. એટલે કે રોકાણકારો પાસે આઈપીઓમાં પૈસા લગાવી કમાણી કરવાની તક છે. જે કંપનીઓના આઈપીઓ આગામી સપ્તાહે ખુલ્લી રહ્યાં છે તે કંપનીઓ કેફિન ટેક્નોલોજી (Kfin Technologies IPO) અને એલિન ઇલેક્ટ્રોનિક્સ (Elin Electronics) છે. આવો જાણીએ રોકાણકારો ક્યાં દિવસથી તેમાં રોકાણ કરી શકશે. 

કેફિન ટેક્નોલોજી આઈપીઓ
આ કંપનીનો આઈપીઓ 19 ડિસેમ્બર 2022ના ઓપન થશે. આ આઈપીઓ પર રોકાણકારો 21 ડિસેમ્બર 2022 સુધી રોકાણ કરી શકશે. કેફિન ટેક્નોલોજીએ આ આઈપીઓ માટે 347-366 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આ આઈપીઓ દ્વારા કંપનીની ઈચ્છા 1500 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. નોંધનીય છે કે આ કંપનીમાં એપ્લાય કરનાર ઈન્વેસ્ટરોને 26 ડિસેમ્બરે એલોટમેન્ટ થઈ શકે છે. તો કંપની 29 ડિસેમ્બર 2022ના માર્કેટમાં ડેબ્યૂ કરી શકે છે. 

એલિન ઇલેક્ટ્રોનિક્સ (Elin Electronics)
આ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનો આઈપીઓ 20 ડિસેમ્બરે ઓપન થઈ રહ્યો છે અને રોકાણકારો આ આઈપીઓ પર 22 ડિસેમ્બર સુધી દાંવ લગાવી શકશે. એલિન ઇલેક્ટ્રોનિક્સનો આઈપીઓ 475 કરોડ રૂપિયાનો છે. જેમાંથી 175 કરોડ રૂપિયાના ફ્રેશ શેર અને 300 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ હેઠળ જારી કરવામાં આવશે. આ કંપનીના શેર 30 ડિસેમ્બરે બજારમાં લિસ્ટ થઈ શકે છે. એલિન ઇલેક્ટ્રોનિક્સ કંપનીની પ્રાઇઝ બેન્ડ 234-247 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

આ વર્ષે કેવું રહ્યું કંપનીઓનું લિસ્ટિંગ
વર્ષ 2022માં 83 કંપનીઓનું લિસ્ટિંગ બીએસઈમાં થયું જેમાં 33 કંપનીઓ મેન બોર્ડ અને 50 કંપનીઓ બીએસઈ એસએમઈ સેગમેન્ટમાં લિસ્ટ થઈ છે. આ 83માંથી 63 કંપનીઓ પોઝિટિવ અને 20 કંપનીઓ ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થઈ છે. નોંધનીય છે કે આ વર્ષે લિસ્ટ થયેલી 83 કંપનીઓમાં 68 કંપનીઓન શેર ઈશ્યૂ પ્રાઇઝની ઉપર ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે 15 કંપનીઓના શેર અત્યારે આઈપીઓ ઈશ્યૂ પ્રાઇઝથી નીચે ટ્રેડ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news