Indian Railways : ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, મુસાફરોને મળશે રાહત
Indian Railways Online Ticket Booking : જો તમે પણ મોટાભાગે ટ્રેન વડે મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે. ભારતીય રેલવેએ હવે ટિકિટ બુક કરવાના નિયમોમાં ફેરફાર કરી દીધો છે. ત્યારબાદ હવે પહેલાંથી ઓછા સમયમાં ટિકિટ બુક કરી શકશો. રેલવેના નિર્ણય અનુસાર હવે ટિકિટ બુકિંગના સમયે ડેસ્ટિનેશન એડ્રેસ આપવું નહી પડે.
Trending Photos

રેલવે મંત્રાલયે લાગૂ કર્યો આદેશ
તમને જણાવી દઇએ કે ભારતીય રેલવે તરફથી કોરોના વાયરસની મહામારીના કારણે આઇઆરસીટીસી વેબસાઇટ અને એપ પર ટિકિટ બુકિંગ કરનારને ડેસ્ટિનેશન એડ્રેસ ફરજિયાત કરવામાં આવ્યું હતું. પરંતુ કોવિડ 19 ના કેસમાં ઘટાડો આવતાં IRCTC મુસાફરો સથે ગંતવ્યનું એડ્રેસ પૂછવામાં આવશે નહી. રેલ મંત્રાલયે આ આદેશને લાગૂ કરી દીધો છે.
ઘણા પ્રકારના નિયમ લાગૂ કર્યા હતા
કોવિડના કેસ વધતાં ડેસ્ટિનેશન એડ્રેસ કોવિડ પોઝિટિવ વ્યક્તિની ટ્રેસિંગમાં મદદ કરતો હતો. કોરોના કાળમાં સંક્રમણ પર કાબૂ મેળવવા માટે રેલવેએ ઘણા પ્રકારના નિયમ લાગૂ કર્યા હતા. કોરોનાના કેસમાં ઘટાડો થતાં અને સ્થિતિ સામાન્ય થતાં એક-એક કરીને નિયમ પરત લેવામાં આવી રહ્યા છે.
ટિકિટ બુકિંગમાં સમય ઓછો લાગશે
રેલ મંત્રાલયના આ નિયમને પરત લેવા પર ટિકિટ બુકિંગ દરમિયાન સમય પણ ઓછો લાગશે. રેલવે મંત્રાલયના ડેસ્ટિનેશન નહી લેવાના આદેશ રેલવે ઝોનને આપવામાં આવ્યા છે. CRIS અને IRCTC અનુસાર સોફ્ટવેરમાં ફેરફાર કરવા પડશે.
આ પહેલાં રેલવેએ એસી કોચમાં એકવાર ફરીથી ઓશિકું ધાબળો આપવાની સુવિધા શરૂ કરી દીધી છે. હવે વિભિન્ન ટ્રેનોમાં મુસાફરોને રાત્રે સુવા માટે ઓશિકું અને ધાબળા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, જેથી મહામારી દરમિયાન તેને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે