10, 20, 30 કે 50 હજાર...તમારે તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી

Tax Calculation: જો તમે ટેક્સ મુક્તિ મેળવવા માંગતા હોવ તો તેની ગણતરી વધુ મુશ્કેલ બની જાય છે અને જો તમે ટેક્સ મુક્તિનો દાવો કરતા નથી, તો તમને રિફંડ તરીકે રકમ મળશે નહીં. આવી સ્થિતિમાં ટેક્સ મુક્તિની સાથે ગણતરીઓને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

10, 20, 30 કે 50 હજાર...તમારે તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી

દેશના દરેક વ્યક્તિએ ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ રીતે ટેક્સ ચૂકવવો પડે છે. કેટલાક લોકો વધુ ટેક્સ ભરે છે તો કેટલાક ઓછો ટેક્સ ભરે છે. લોકોને અલગ-અલગ કેટેગરી હેઠળ ટેક્સ ચૂકવવો પડે છે, ત્યારે એ સમજવું દરેક માટે સરળ નથી કે કોના પર ટેક્સ લાગશે અને કેટલો ટેક્સ લાગશે, કઈ આવકને ટેક્સમાંથી મુક્તિ મળશે અને તમારે તમારી વાર્ષિક આવક પર કેટલો ઈન્કમ ટેક્સ ભરવો પડશે આ બધા પ્રશ્નો કરદાતાઓને ઘણીવાર મુશ્કેલીમાં મૂકે છે.

જ્યારે, જો તમે ટેક્સ મુક્તિ મેળવવા માંગતા હોવ તો તેની ગણતરી કરવાનું કામ ખુબ જ મુશ્કેલ બની જાય છે અને જો તમે ટેક્સ મુક્તિનો દાવો કરતા નથી, તો તમને રિફંડ તરીકે રકમ મળશે નહીં. આવી સ્થિતિમાં ટેક્સ મુક્તિની સાથે ગણતરીઓને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો કે, તમારે ચિંતા કરવાની જરૂર નથી, તેના બદલે અહીં એક પદ્ધતિ જણાવીએ છીએ, જેના દ્વારા તમે સરળતાથી તમારી આવક પર ટેક્સની ગણતરી કરી શકો છો.

કેવી રીતે ગણતરી કરશો તમારી ટેક્સેબલ આવક?
ભારતમાં તમારી કુલ કરપાત્ર આવક જાણવા માટે તમારી પાસે કેટલાંક સ્ટેપ છે, જેના વિશે તમારી જાણવું જોઈએ, જેથી જરૂર પડતા તમે પોતાની ટેક્સેબલ ઈન્કમને શક્ય હોય તેટલી ઓછી કરી શકો. ઉપરાંત આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવામાં પણ સરળતા થઈ જાય.

ગ્રોસ સેલેરી
સૌ પ્રથમ તમારે તમારી કુલ આવક વિશે જાણવું જોઈએ. જો તમે ઘણી જગ્યાએથી આવક મેળવતા હોવ તો તે બધાની ગણતરી કરો અને કુલ આવકને જાણો. જો તમે પગારદાર કર્મચારી છો તો તમારો મૂળભૂત પગાર, ભથ્થાં, બોનસ અને અન્ય કરપાત્ર ઘટકો ઉમેરીને તમારી કુલ આવકની ગણતરી કરો.

કર મુક્તિ
હવે વારો આને છે ટેક્સ મુક્તિનો, વ્યક્તિના પગારના ઘણા ઘટકોને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમાં હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), સ્ટાન્ડર્ડ ડિડક્શન અને લીવ ટ્રાવેલ એલાઉન્સ (LTA) જેવી બાબતોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં તમારે પહેલા તપાસ કરવી જોઈએ કે તમારી આવક મુક્તિના દાયરામાં તો નથી આવી રહી અને જો હા, તો તેને કુલ આવકમાંથી દૂર કરો.

કપાત એટલે કે ડિડક્શન
કરમુક્તિ સિવાય કપાત એ બીજી રીત છે જેના દ્વારા તમે તમારી કરપાત્ર આવક ઘટાડી શકો છો. આવકવેરા કાયદાની વિવિધ કલમો હેઠળ ચોક્કસ કપાત ઓફર કરવામાં આવે છે. પગારદાર કર્મચારીઓ માટે સૌથી સામાન્ય કપાતમાં PF અથવા વીમા જેવા વિવિધ રોકાણો માટે કલમ 80C, હોમ લોન માટે કલમ 80D અને આરોગ્ય વીમા પ્રીમિયમનો સમાવેશ થાય છે.

કેટલો હશે ટેક્સેબલ આવક
આ બધી પ્રક્રિયાઓને ફોલો કર્યા પછી તમને ખબર પડશે કે તમારી આવક પર કેટલો ટેક્સ લાગશે. તમે વિવિધ ટેક્સ સ્લેબના આધારે તમારી આવક પર લાગુ થતા કુલ આવકવેરાની ગણતરી કરી શકો છો. આ પછી તમને ખબર પડશે કે તમારી કરપાત્ર આવક 10, 20, 30 કે 50 હજાર રૂપિયા છે. તમને જણાવી દઈએ કે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સમાં છૂટ છે, જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ કુલ 5 લાખ રૂપિયાની છૂટ છે.

ITR
જો તમે ટેક્સ કપાવી ચૂક્યા છો અને તમારી કુલ આવક કરના દાયરામાં આવતી નથી, તો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરીને રિફંડ માટે દાવો કરી શકો છો. થોડા દિવસો પછી તમારા કપાયેલા પૈસા તમારા ખાતામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news