શું તમારી પાસે પણ આધાર કાર્ડ છે? તો સરકાર આપશે પૂરા 5,500 રૂપિયાનો લાભ, જાણો કઈ રીતે

E Cycles Subsidy: દિલ્લી સરકાર પ્રદૂષણના સ્તરને નીચો લાવવા માટે ઈ-વ્હીકલ યોજનાને પ્રોત્સાહન આપી રહી છે. આ અંતર્ગત ઈ-સાયકલ ખરીદવાવાળા લોકોને 5,500 રૂપિયા સુધીની સબસિડી આપે છે. યોજના સાથે જોડાયેલી ગાઈડલાઈન સરકાર તરફથી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

શું તમારી પાસે પણ આધાર કાર્ડ છે? તો સરકાર આપશે પૂરા 5,500 રૂપિયાનો લાભ, જાણો કઈ રીતે

નવી દિલ્લીઃ જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે અને તમે ઈ-સાયકલ ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. જી હાં, દિલ્લીમાં સાયકલ ખરીદનારાઓને સરકાર તરફથી સબસિડી આપવામાં આવી રહી છે. આ માટેની ગાઈડલાઈન સરકાર તરફથી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકારે ઈ-સાયકલ ખરીદનાર લોકોને સબસિડી આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ  સાઉથના આ સુપરસ્ટાર્સને સાઈન કરવામાં મેકર્સનો છુટે છે પરસેવો! માંગણી સાંભળીને નિર્માતા જોડી જાય છે હાથ10 હજાર સાયકલ પર સબસિડી મળશે-
રાજ્ય સરકાર તરફથી શરૂઆતની 10 હજાર ઈ-સાયકલ પર સબસિડી અપાશે. પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે જણાવ્યા મુજબ ઈ-સાયકલ પહેલા 1,000 ખરીદદારોને દિલ્લી ઈલેક્ટ્રિક વાહન નીતિ અંતર્ગત 2,000 રૂપિયા સુધીની સબસિડી અપાશે. સરકારે કોમર્શિયલ વપરાશ માટે કાર્ગો ઈ-સાયકલ અને ઈ-કાર્ટના પહેલા 5,000 ખરીદદારોને 15,000 રૂપિયાની સબસિડીની મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃ  પરફ્યુમની એડમાં હીરોઈને બતાવ્યો બ્રેસ્ટનો ભાગ! વીડિયો જોઈ પરસેવે રેબઝેબ થઈ ગયા ચાહકોઈ-સાયકલને પ્રોત્સાહન આપવા યોજના-
અધિકારીઓના જણાવ્યા મુજબ, પહેલા ઈ-કાર્ટના વ્યક્તિગત ખરીદદારોને સબસિડી આપવામાં આવતી હતી. પરંતુ હવે આ વ્હીકલને ખરીદનાર કંપની અથવા કોર્પોરેટ સંસ્થાને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. દિલ્લી સરકારે પ્રદૂષણના સ્તરને ઓછુ કરવા માટે આ યોજના બનાવી છે.

આધારકાર્ડવાળા દિલ્લીના રહેવાસીઓને 5,000ની સબસિડી અપાશે. ગાઈડલાઈન મુજબ, સારી ક્વોલિટીવાળી ઈ-સાયકલની કિંમત 25 હજારથી 30 હજાર સુધીની રહે તેવી સંભાવના. કાર્ગો ઈ-સાયકલની કિંમત 40 હજારથી 45 હજાર સુધીની રહી શકે છે. ત્યાં જ બીજીબાજુ 90 હજારથી લઈને 3 લાખ રૂપિયા સુધીના ઈ-કાર્ટના અલગ અલગ મોડલ ઉપલબ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news