Gold Price Today: 60,000 ની નીચે પહોંચ્યો સોનાનો ભાવ, આજે પણ થયો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Price Today સોનાની કિંમતમાં આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં 24 કેરેટનું 10 ગ્રામ સોનું 59550 રૂપિયામાં મળી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 54600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ સોનાની કિંમતમાં બુધવારે થોડો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 59,400 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 54450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ચાંદીની કિંમતમાં પ્રતિ કિલો 200 રૂપિયાનો વધારો થયો અને તે 73000 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે.
દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તામાં સોનાની કિંમત
દિલ્હી: 24 કેરેટ રૂ 59,550; 22 કેરેટ રૂ 54,600 રૂપિયા
મુંબઈ: 24 કેરેટ રૂ 59,400; 22 કેરેટ રૂ 54,450 રૂપિયા
ચેન્નાઈ: 24 કેરેટ રૂ 59,950; 22 કેરેટ રૂ 54,960 રૂપિયા
કોલકાતા: 24 કેરેટ રૂ 59,400; 22 કેરેટ રૂ 54,450 રૂપિયા
અન્ય શહેરોમાં સોનાની કિંમત
બેંગલુરુ: 24 કેરેટ રૂ 59,400; 22 કેરેટ રૂ 54,450
અમદાવાદઃ 24 કેરેટ રૂ. 59,450; 22 કેરેટ રૂ 54,500
જયપુર: 24 કેરેટ રૂ 59,550; 22 કેરેટ રૂ 54,600
લખનૌ: 24 કેરેટ રૂ 59,550; 22 કેરેટ રૂ 54,600
પટના: 24 કેરેટ રૂ 59,450; 22 કેરેટ રૂ 54,500
પુણે: 24 કેરેટ રૂ 59,400; 22 કેરેટ રૂ 54,450
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં તેજી જોવા મળી રહી છે. સોનું 0.04 ટકાના વધારા સાથે 1936 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. ચાંદીની કિંમતમાં 0.60 ટકાની તેજી જોવા મળી છે અને ચાંદી 22.795 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી છે.
વાયદા બજારમાં સોનાની કિંમત
વાયદા બજારમાં સોનાની કિંમતમાં આજે ઘટાડો થયો છે. સોનું 140 રૂપિયા નીચુ આવી 58834 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. આ ઘટાડો એમસીએક્સના ઓક્ટોબર ડિલિવરીના કોન્ટેક્ટ્સમાં થયો છે. આજે સોનામાં બિઝનેટ ટર્નઓવર આશરે 13549 લોટ્સનું રહ્યું છે. એનાલિસ્ટનું કહેવું છે કે સોનાની કિંમતમાં ઘટાડો બજાર ભાગીદારો તરફથી પોઝીશન ઘટાડવાને કારણે થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે