દિવાળી સુધી 41,000 રૂપિયા થઈ શકે છે સોનાનો ભાવ, રોકાણ કરવાની તક!
થોડા દિવસથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં વધારો આવવાથી ઘરેલૂ બજારમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (જીએસટી સહિત)ના સ્તરને પાર પહોંચી ગયો હતો. આ સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
Trending Photos
મુંબઈઃ થોડા દિવસથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં વધારો આવવાથી ઘરેલૂ બજારમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (જીએસટી સહિત)ના સ્તરને પાર પહોંચી ગયો હતો. આ સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. એક મહિના દરમિયાન સોનાના ભાવમાં તેજી જોવા મળી છે, તેવામાં ઘરેલૂ બજારમાં સોનાના વેચાણમાં ઘટાડો થયો છે. ભાવ વધવાથી લોકોની વચ્ચે ગોલ્ડને રિસાઇકલ (જૂના સોનામાથી નવી જ્વેલરી બનાવવી) કરાવવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. અત્યારે સોનુ ઉપલા લેવલથી ઘટીને 38656ના સ્તર અને ચાંદી 46742 પ્રતિ કિલોગ્રામના સ્તર પર છે.
અત્યારે રોકાણ કર્યું તો થઈ શકે છે ફાયદો
જ્વેલર્સ ફેડરેશનના અધ્યક્ષ રાકેશ શેટ્ટીએ જણાવ્યું કે, ભાવ વધવાથી સોનાના રિસાઇક્લિંગમાં 70 ટકાનો વધારો થયો છે, જ્યારે વેચાણમાં 65 ટકાનો ઘટાડો થયો છે. શેટ્ટીએ જણાવ્યું કે, હાલનો ભાવ વધારો હોવાને કારણે લોકો પાસે રહેલા પોના પર મેકિંગ ચાર્જ આપીને તેને પોતાની પસંદના ઘરેણા બનાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે દિવાળી સુધી સોનાનો ભાવ 41000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. તેવામાં સોનામાં રોકાણ અત્યારે ફાયદાકારક થવાની સંભાવના છે.
ઘરમાં રાખેલા સોનાને રિસાઇક્લિંગ કરાવવાનો ક્રેઝ
અન્ય આભૂષણ વ્યાપારીઓનું કહેવું છે કે સોનાનો ભાવ ઊંચો હોવાને કારણે લોકો સોનું ખરીદવાની જગ્યાએ ઘરમાં રાખેલા સોનાને રિસાઇકલ કરાવી રહ્યાં છે. ઓલ ઈન્ડિયન જેમ્સ અને જ્વેલરી ફેડરેશનના ચેરમેન બછરાજ બામવલાએ જણાવ્યું કે, ભાવ વધવાને કારણે લોકો સોનાની નવી ખરીદીની જગ્યાએ પહેલાથી રાખેલા સોનાનું રિસાઇક્લિંગ કરાવવાનો વિકલ્પ અપનાવી શકે છે. આવનારા સમયમાં સોનાના ભાવમાં વધારો થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે