અર્થવ્યવસ્થાની ગતિ વધારવા ઉદ્યોગ જગતના લીડર્સ સાથે નાણામંત્રીની બેઠક, શું થશે ચર્ચા?

આજે 7 ઓગસ્ટના રોજ નિર્મલા સીતારમણ ઓટોમોબાઇલ સેક્ટરના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. 8 ઓગસ્ટના રોજ સરકાર અને ઇંડસ્ટ્રી પ્રતિનિધિઓ સાથે બેઠક થશે. 9 ઓગસ્ટના રોજ નાણા સેક્ટર્સના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.

અર્થવ્યવસ્થાની ગતિ વધારવા ઉદ્યોગ જગતના લીડર્સ સાથે નાણામંત્રીની બેઠક, શું થશે ચર્ચા?

નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થાની ગતિમાં ગત ત્રણ મહિનાથી આવી રહેલા ઘટાડાને રોકવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ અઠવાડિયે ઘણી બેઠકો કરવાના છે. નાણા સચિવ રાજીવ કુમારે સોમવારે આ જાણકારી આપી હતી. બેઠકોની આ શૃંખલામાં નાણામંત્રી સૌથી પહેલાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) સાથે જોડાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરવાની છે. આ સેક્ટરમાં દેશભરમાં 6.34 કરોડ યૂનિટ્સ છે. સાથે જ આ સેક્ટરમાં લગભગ 12 કરોડ કર્મચારીઓ છે અને દેશના જીડીપીમાં 20 ટકા યોગદાન આપે છે. તમને જણાવી દઇએ કે એમએસએમઇ સેક્ટરની ભારતના કુલ નિર્યાતમાં લગભગ 4 ટકા ભાગીદારી છે.

આજે 7 ઓગસ્ટના રોજ નિર્મલા સીતારમણ ઓટોમોબાઇલ સેક્ટરના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. 8 ઓગસ્ટના રોજ સરકાર અને ઇંડસ્ટ્રી પ્રતિનિધિઓ સાથે બેઠક થશે. 9 ઓગસ્ટના રોજ નાણા સેક્ટર્સના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં ટ્રાંસપોર્ટ મંત્રી નિતિન ગડકરી પણ ભાગ લેશે. વેચાણમાં આવી રહેલા ઘટાડા પાછળ ત્રણ મહિનાથી ઓટોમોબાઇલ ડીલરશીપમાં લગભગ 2 લાખ નોકરીઓ ગઇ છે. મુસાફર વાહનોમાં ગત એક વર્ષથી વેચાણમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓટોમોબાઇલ કંપોનેંટ મેન્યુફેક્ચરર્સે ચેતાવણી આપી છે કે જો પરિસ્થિતિ સુધરશે નહી તો ઓટો મોબાઇલ સેક્ટરમાંથી લગભગ 10 લાખ નોકરીઓ જઇ શકે છે. 

ત્યારબાદ 8 ઓગસ્ટના રોજ નાણામંત્રી ઉદ્યોગ જગતના સંગઠનો સાથે બેઠક કરશે. ત્યારબાદ એક દિવસ નાણામંત્રી સ્ટોક એક્સચેંજ (BSE), નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) અને મ્યૂચુઅલ ફંડ હાઉસેઝના નાણા બજારના મુખ્ય પ્રમુખો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ નિર્મલા સીતારમણ રિયલ એસેટેટ ઉદ્યોગ અને ઘર ખરીદનારાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. આ બધી બેઠકોમાં સંબંધિત સેક્ટર્સના કેંદ્વીય મંત્રી પણ ભાગ લેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની બેંકોના પ્રમુખો સાથે મુલાકાત કરશે. તેમાં અર્થવ્યવસ્થાના વિભિન્ન મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ક્રેડિટ ગ્રોથ સંબંધિત મામલાઓની સમીક્ષા કરવામાં આવશે. નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી) હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને 10 હજાર કરોડ રૂપિયા પુરા પાડવાના છે. આ એફોર્ડેબલ હાઉસિંગમ આટે વ્યક્તિગત રીતે લેવામાં આવેલી લોન માટે એડિશનલ લિક્વિડીટી છે. થોડા દિવસો પહેલાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક મોટો નિર્ણય લેતાં નેશનલ હાઉસિંગ બેંક (NHB) હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના ઇંટ્રેસ્ટ સબવેંશન સ્કીમ પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

નેશનલ હાઉસિંગ બેંકે આવી યોજનાઓમાં ફ્રોડ રોકવા માટે આ પગલાં ભર્યા છે, જોકે તેનાથી લાખો ખરીદારો માટે સંકટ ઉભું થઇ શકે છે. આ ઉપરાંત આ નિર્ણયથી રિયલ એસ્ટેટ સેક્ટર માટે ખૂબ મુશ્કેલીઓ વધશે જે પહેલાંથી ફંડની તંગીથી પરેશાન છે. પોતાના નવા સર્કુલરમાં નેશનલ હાઉસિંગ બેંકે હોમ ફાઇનાન્સ કંપનીઓને કહ્યું છે કે એવા લોન ઉત્પાદનો બંધ કરે જેમાં ગ્રાહકના બદલે લોનનું વ્યાજ ડેવલોપર આપે એટલે કે ઇંસ્ટ્રેટનું સબવેંશન કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news